Last Updated on March 25, 2021 by
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના સંક્રમણે માઝા મૂકી છે. દરરોજના કેસોમાં સતત વધારો જ થઇ રહ્યો છે. ત્યારે આજ રોજ ગુરૂવારના દિવસે વધુ નવા 1961 કેસ સામે આવતા તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. આ સાથે જ કુલ 7 લોકોના મોત પણ નિપજ્યાં છે. એવામાં ઉત્તર ગુજરાતના પાટણની આદર્શ સ્કૂલમાં 7 શિક્ષકો અને 18 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શિક્ષણ વિભાગ એલર્ટ થઇ ગયું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ આવતા સ્કૂલને તાત્કાલિક ધોરણે સેનેટાઇઝ કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. ઉપરાંત શિક્ષણ કાર્ય અંગે જે રીતે ઉપરથી આદેશ આવશે તે પ્રમાણે કામ શરૂ કરવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સુરતમાં 28 વિદ્યાર્થીઓ, ત્રણ તબીબ અને શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા હતાં. તો બીજી બાજુ હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પણ 5 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ફફડાટ ફેલાઇ ગયો હતો. સહયોગ આશ્રમ બાદ બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. જો કે, કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ મુકબધિર બાળકોને ઘરે લઈ જવાયા હતાં. પાંચેય વિધાર્થીઓને હોમ કોરોન્ટાઈન કરાયા હતાં. બહેરા મૂંગા વિધાલયમાં 23 વિધાર્થીઓ અને 20ના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાયો હતો. પોઝિટિવ સિવાયના વિધાર્થીઓને આચાર્ય દ્વારા ઘરે રહેવા જ સૂચના અપાઈ હતી. ટેસ્ટમાં વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામનો ટેસ્ટ પણ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુરૂવારના રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 1961 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 7 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,720 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1405 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,80,285 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.29 ટકા છે.
જ્યારે ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 9372 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 81 દર્દીઓ છે જ્યારે 9291 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,80,285 છે તો કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 7 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 4, મહીસાગરમાં 2 એમ કુલ 7 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31