Last Updated on March 25, 2021 by
સુરતમાં કોરોના વાઈરસના સતત વધતા કેસ વચ્ચે રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં એક દિવસમાં 61 કેસ આવતા મનપા તંત્ર એલર્ટ બની છે. આ ઉપરાંત રિંગ રોડની માર્કેટના લીધે ઉધના, લીંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે. સુરતના કુલ કેસની સંખ્યામાં 20 ટકા કેસો રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટના હોવાથી રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. જેના લીધે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી.
બે ડેપ્યુટી કમિશનર સહિત ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઇ
રાજ્ય સરકારના દ્વારા મોકલવામાં આવેલ બે ડેપ્યુટી કમિશનર સહિત ચાર અધિકારીઓને કોરોના કાબૂ કરવા કામગીરી સોંપાઈ છે. એચ. આર. કલેયાને નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર, સમરસ હોસ્ટેલ સહિત તમામ ઝોનમાં વેકસીનેશન પ્રોગ્રામના સંકલનની કામગીરી સોંપાઈ છે. અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈને સેન્ટ્રલ ઝોનમાં કોરોના નાથવાની કામગીરી સોંપી છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ડેપ્યુટી કલેકટર યુ.એન.જાડેજાને વરાછા ઝોનમાં કોરોના નાથવા કામગીરી સોંપાઈ છે. તો ડેપ્યુટી કલેકટર મિતેષ પટેલને ઉધના ઝોનમાં કોરોના સંક્રમણને નાથવાની કામગીરી અપાઈ છે.
અમદાવાદના IIMમાં પણ કોરોનાનો પગપેસારો
અમદાવાદમાં આવેલા IIMમાં પણ કોરોનાનો પગ પેસારો થયો છે. IIMમાં 22 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. જેથી 80 જેટલા રૂમને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી તંત્રની ચિંતા પણ વધી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31