GSTV
Gujarat Government Advertisement

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : સચિન વાઝે અને મનસુખ હિરેન CCTV ફુટેજમાં દેખાયા એકસાથે

Last Updated on March 25, 2021 by

એન્ટિલિયા કેસમાં જે સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટિક્સ મળી હતી, તેના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સચિન વાઝે અને મનસુખ હિરેન એક જ કારમાં જતા જોવા મળે છે. આ સીસીટીવી ફૂટેજ 17 ફેબ્રુઆરીના છે. CCTV ફૂટેજમાં સફેદ રંગની એક કેબ સીએસટી સ્ટેશન પર રોકાય છે, તેમાંથી મનસુખ હિરેન નીકળે છે. જ્યારે બીજા CCTV ફૂટેજમાં એક ઑડી કાર જોવા મળી હતી, જેને સચિન વાઝે ચલાવી રહ્યાં હતાં.

આ કેસની તપાસ હવે NIA કરશે

આ ઑડી કાર એક ટ્રાફિક સિગ્નલ પર રોકાય છે, જેમાં મનસુખ હિરેન બેસી જાય છે. 4 માર્ચના રોજ મનસુખ હિરેનનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. મનસુખના પરિવારે સચિન વાઝે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે એટીએસ તપાસ કરી રહી હતી, જોકે હવે તપાસ એનઆઈએ કરશે. આ મામલે અત્યાર સુધી તપાસ કરનાર મહારાષ્ટ્ર એટીએએસનું માનવું છે કે, મનસુખ હિરેનને પહેલા ક્લોરોફોર્મ થકી બેભાન કરવામા આવ્યો અને પછી તેની હત્યા કરાઈ હતી. હત્યા પહેલા હિરેનના ચેહરા પર ઈજાઓ થઈ હતી.

એન્ટિલિયા કેસમાં અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એન્ટિલિયા કેસમાં અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું છે. મુંબઇમાં થોડાં દિવસ અગાઉ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર મૂકવાની તપાસ મામલે NIA અને મુંબઇ ATS વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ સમગ્ર કેસમાં પહેલેથી જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્રમાં જરૂરી વસ્તુ માટે સચિન વાજેએ સીંદે નામના સસ્પેન્ડ પોલીસકર્મીને કામ સોંપ્યું હતું અને કોમ્યુનિકેશન માટે તેને બુકી નરેશ દ્વારા અમદાવાદથી સીમ કાર્ડ મેનેજ કરાવ્યા હતાં એવી માહિતી પણ સામે આવી છે. ત્યારે એની અંદર બોડકદેવમાંથી ગાયત્રી ટ્રેડર્સના નામે આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ કેસમાં અવારનવાર નતનવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે.

આ હાઇ પ્રોફાઇલ કેસમાં કાવતરું ઘડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સીમ કાર્ડ અમદાવાદથી સેટિંગ કરવામાં આવ્યાં હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં

આ કારણોસર મુંબઇ ATS ની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી ત્યારે અહીં તપાસ દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું. શહેરના પકવાન ચાર રસ્તા નજીક કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં. જેમાંના 5 જેટલાં સીમ કાર્ડ એન્ટિલિયા કેસમાં કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બુકી નરેશ ઘોર અને ફેકટરી માલિક વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે મુંબઈ ATS હાલમાં ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ રવાના થઈ ગઇ છે. મુંબઈ એટીએસે કિશોર ઠક્કરની પાટણથી ધરપકડ કરી છે. મુંબઈ ATSની કાર્યવાહીથી પાટણ જિલ્લા પોલીસ અંધારામાં હોય તેવું પણ સામે આવ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33