Last Updated on March 25, 2021 by
ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. ગત રોજ બુધવારના રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 1800ને નજીક પહોંચ્યો હતો. એટલે કે નવા 1790 કેસ નોંધાયા હતાં. એમાંય અમદાવાદ અને સુરતની હાલત તો બિલકુલ ખરાબ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા છે. સાથે રોજ મોતના આંકડાઓ પણ અમદાવાદ અને સુરતમાંથી જ આવે છે. ત્યારે અમદાવાદમાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. ત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં 236 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 8 દર્દીઓ વેન્ટિલેટર પર અને 25 દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર લઇ રહ્યાં છે. હાલમાં કોરોના વધતા સિવિલ હોસ્પિટલમાં 920 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો હતો. રાજ્યમાં કોરોના બેકાબુ થતા કોરોનાએ એવો તે ઉથલો માર્યો છે કે, હવે કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે ગઇ કાલે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1790 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,858 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1277 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,78,880 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.45 ટકા છે.
હાલમાં કુલ એક્ટિવ 8823 કેસો
હાલમાં કુલ એક્ટિવ કેસો 8823 એ પહોંચ્યાં છે તો વેન્ટીલેટર પર 79 દર્દીઓ છે જ્યારે 8744 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,78,880 છે તો કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 ગાંધીનગરમાં 1, જામનગરમાં 1 અને રાજકોટમાં 1 તો વડોદરામાં પણ 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31