GSTV
Gujarat Government Advertisement

વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના રેડ, 20થી વધુ કર્મચારીઓ આવ્યા સંકજામાં, હાલ ઓફીસ સંકુલ કરાયું સીલ

Last Updated on March 25, 2021 by

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બુધવારે વધુ ૩૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ૮ દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જેમાં 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત, બે ઉચ્ચ અધિકારીઓને પણ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ સંપૂર્ણ પણે બંધ કરી છે. તંત્રે સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે ઓફીસ. હાલ જે પણ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોમ આઈસોલેશન અને સારવાર હેઠળ છે.

કોરોના

કામકાજ અર્થે આવતા નાગરિકોમાં પણ ભયનો માહોલ

વડોદરાના રેસકોર્સ રોડ પર આવેલી ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ થયો છે..20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે..જેથી કામકાજ પર અસર પડી છે..ઓફિસને સેનેટાઈઝ કર્યા બાદ ફરી ઓફિસ શરૂ કરાશે..કોરોના વિસ્ફોટના કારણે કર્મચારીઓમાં ફફડાટ છે..કામકાજ અર્થે આવતા નાગરિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..

ડભોઇ તાલુકામાં ત્રણ દિવસમાં ૧૪ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા

શહેરમાં બુધવારે ૮૨ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી. તો સોમાતળાવ, વડસર, આજવારોડ, વારસીયા, ગોત્રી, સમા, હરણી અને વાઘોડિયારોડ વિસ્તારના ૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. હાલમાં ડભોઇ તાલુકામાં ધો.૧૦ની પ્રિલીમ પરીક્ષા ચાલી રહી છે.

  • વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ
  • 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત
  • બે ઉચ્ચ અધિકારીઓને પણ કોરોના
  • કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ
  • સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે કામગીરી

આ પરીક્ષા ઓનલાઇન નહી પરંતુ શાળામાં જ ચાલી રહી છે આ દરમિયાન ત્રણ દિવસમાં ડભોઇ તાલુકાની ૧૪ શાળાના ૧૪ શિક્ષકો પોઝિટિવ આવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર ઉભો થયો છે તંત્રએ તાલુકાની તામમ શાળાના શિક્ષકોના રિપોર્ટ કઢાવવા માટે કવાયત હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33