Last Updated on March 25, 2021 by
કેરલ વિધાનસભાની વચ્ચે રાજ્યના દિગ્ગજ ભાજપ નેતાએ એવું કહ્યુ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી મજાકનું પાત્ર બની છે. કેરલ ભાજપના વરિષ્ઠ નતા અને પાર્ટીના એક માત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલે કહ્યુ હતું કે, કેરલમાં ભાજપ આગળ વધી શકતી નથી, તેનું કારણ રાજ્યમાં સૌથી વધારે સાક્ષરત દર છે. રાજગોપાલે કહ્યુ હતું કે, અહીંના લોકો ભણેલા-ગણેલા છે અને વોટ આપતા પહેલા ખૂબ વિચારે છે. તર્ક કરે છે.
ભાજપના ધારાસભ્યે આપેલા નિવેદનથી ભાજપની ચિંતા વધી
આપને જણાવી દઈએ કે, 140 સભ્યોવાળી કેરલ વિધાનસભા માટે 6 એપ્રિલના રોજ એક તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ અહીં 2 મેના રોજ આવશે. રાજ્યમાં હાલ ધૂઆંધાર પ્રચાર અભિયાન ચાલી રહ્યા છે. રાજ્યમાં હાલ લેફ્ટ પાર્ટીનું નેતૃત્વ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી UDF મુખ્ય વિપક્ષી ગઠબંધનમાં છે. આ બંને બ્લોકની વચ્ચે પોતાની જમીન શોધવાની તૈયારીમાં હાલ ભાજપ લાગેલુ છે. જો કે, રાજગોપાલના આ પ્રકારના નિવેદનથી ભાજપની ચિંતામાં ખૂબ વધારો થઈ રહ્યો છે.
અન્ય રાજ્ય કરતા કેરલની સ્થિતી અલગ છે
એક અંગ્રેજી અખબારને ઈન્ટરવ્યૂ આપતા સીનિયર ભાજપ નેતા ઓ રાજગોપાલે કહ્યુ હતું કે, કેરલમાં ભાજપને લઈને સ્થિતી સ્પષ્ટ કરી રહ્યો છું. નેમોમ વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય રાજગોપાલે પૂછ્યુ હતું કે, આખરે કેરલમાં ભાજપ પોતાની જગ્યા કેમ નથી બનાવી શકતું, જ્યારે પાર્ટી હરિયાણા અને ત્રિપુરામાં ધમાકેદાર રીતે સત્તામાં આવી ગઈ અને પશ્ચિમ બંગાળમાં એક મુખ્ય રાજકીય પાર્ટી તરીકે ઉભરી રહી છે ?
કેરલમાં 90 ટકા સાક્ષરતા દર હોવાના કારણે લોકો તર્ક કરીને આપે છે વોટ
તેના જવાબમાં રાજગોપાલે કહ્યુ કે, કેરલ એક અલગ પ્રકારનું રાજ્ય છે. અહીં બે ત્રણ કારણો જવાબદાર છે. જે તેને અન્ય જગ્યા કરતા અલગ રાખે છે. કેરલમાં સાક્ષરતા દર 90 ટકા છે. આ લોકો વિચારે છે. તર્ક કરે છે. ભણેલા-ગણેલા લોકોની આ જ આદત હોય છે. આ એક સૌથી મોટો મુદ્દો છે.
રાજકીય ગણિત સાધવુ અધરૂ
કેરલમાં ભાજપ પાછળ રહેવાનું કારણ ગણાવતા ઓ રાજગોપાલે કહ્યુ હતું કે, બીજી વિશેષતા એ છે કે, રાજ્યમાં 55 ટકા હિન્દુ અને 45 ટકા લધુમતી છે. એટલે અહીં દરેક રાજકીય ગણિતમાં આ પક્ષને પણ સામે રાખવામાં આવે છે. એટલા માટે કેરલનું સરખામણી અન્ય રાજ્ય સાથે કરી શકાય નહીં. અહીંની પરિસ્થિતી અલગ છે. પણ અમે ધીમે ધીમે રાજ્યમાં આગળ વધી રહ્યા છીએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31