GSTV
Gujarat Government Advertisement

જામજોધપુરના મોટી ગોપ ગામે સ્વૈચ્છીક લોકડાઉન, કોરોના વિસ્ફોટ થતા લદાયા સખ્ત પ્રતિબંધ: આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ સેવાઓ બંધ

Last Updated on March 25, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસનો કહેર ધીમે ધીમે ગામમાં પગપેસારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત રાજ્યના જામનગરના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે ગામને લોકડાઉન કરવાનો સખ્ત નિર્ણય કર્યો છે. .મોટી ગોપ ગામે એક સાથે 11 પોઝિટિવ કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.. ૨૫થી ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાની ગ્રામપંચાયતે જાહેરાત કરી હતી. આ ગામમાં અત્યાર સુધીમાં કોરોનાએ 3 લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું છે.

ગામમાં અત્યાર સુધીમાં કોરોનાએ 3 લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું

ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ સેવાઓ પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવશે..હોળી ધૂળેટીના તહેવારમાં વધુ જનમેદની એકત્ર ન થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે નિર્ણય કરાયો છે.બુધવારે શહેર સહિત જીલ્લામાં ૩૬ દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ સુરતમાં 582 અને અમદાવાદમાં 514 કેસ નોંધાયા છે. 1277 નવાં દર્દીઓની સામે માત્ર 1277 દર્દીઓ જ ડિસ્ચાર્જ પામ્યા છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને પરિસિૃથતિ વધુ ગંભીર બની છે.

આજે સુરતમાં 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165, રાજકોટમાં 164, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 38, જામનગરમાં 35, ખેડામાં 19, પાટણમાં 19, મહેસાણામાં 17, નર્મદામાં 17,  દાહોદમાં 16, બનાસકાંઠામાં 15,  કચ્છમાં 15, અમરેલીમાં 14,  ભરૂચમાં 13, મોરબીમાં 12, મહીસાગરમાં 11 અને આણંદમાં 10 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 9 કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33