Last Updated on March 25, 2021 by
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મેનના માર્ચ સક્ષના પરિણામની ઘોષણા કરવામાં આવી. પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરાવનાર 6,19,368 પરીક્ષાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેંટાઇલ હાંસેલ કર્યા છે. દિલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં 300માંથી 300 અંક હાંસેલ કરીને ઇતિહાસ રચ્યો છે. JEE મેનમાં 100 પર્સેંટાઇલ હાંસેલ કરનારી તે પ્રથમ મહિલા બની ગઇ છે.
કાવ્યા જણાવે છે કે JEE mainના ફેબ્રુઆરી સત્રમાં મેં 99.97% મેળવ્યા હતા. પરંતુ મારો લક્ષ્ય 99.98% સ્કોર કરવાનો હતો. આજ કારણ છે કે JEE mainના માર્ચ સત્રમાં પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. પહેલા અટેમ્પ્ટમાં મે મારુ વધુ ધ્યાન ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના વિષય પર કેન્દ્રિત કર્યું . તે છતાં મારા કેમેસ્ટ્રીમાં ઓછા માર્ક આવ્યા. મે એનલાઈઝ કર્યું કે કયા ટોપીક અથવા કયા પ્રશ્નમાં ભૂલ કરી. ત્યાર પછી આ 15 દિવસના અંતરમાં મે પોતાનું પૂરું ધ્યાન કેમેસ્ટ્રીના વિષય પર લગાવ્યું અને કમજોર ટોપિક્સનો અભ્યાસ કર્યો.
આઇઓક્યુ, આઇઓક્યુસી અને આઇઓક્યુએમ જેવા ત્રણ ઓલમ્પિયાડ કરી ચુકી છે ક્વોલિફાય
જણાવી દઈએ કે કાવ્યાએ ધોરણ 10માં 97.6 ટકા માર્ક્સ મેળવ્યા હતા. કાવ્યા સતત ધોરણ 9થી રિજિયોનલ મેથ્સ ઓલમ્પિયાડ (RMO) ક્વોલિફાય કરી રહી છે. તે ધોરણ 10માં ઇન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (INJSO) ક્વોલિફાય કર્યા બાદ હોમી જહાંગીર ભાભા સેન્ટર મુંબઈમાં આયોજિત કેમ્પમાં પણ સામેલ થઇ હતી. તેણે ધોરણ 11માં નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી (NASE) ક્રેક કરી ચુકી છે. આ ઉપરાંત તેમણે આઇઓક્યુ, આઇઓક્યુસી અને આઇઓક્યુએમ પણ ક્વોલિફાય કર્યા છે.
આ વિદ્યાર્થીઓએ પણ મેળવ્યા છે 100 પર્સેન્ટલાઈલ
કાવ્યા ચોપડા સિવાય પશ્ચિમ બંગાળના બ્રતિન મંડળ, તેલંગાનાના બન્નૂરુ રોહિત કુમાર રેડ્ડી, મદુર આદર્શ રેડ્ડી તથા જોયસુલા વેંકટ આદિત્ય, બિહારના કુમાર સત્યદ્રશી, તમિલનાડુના અશ્વિન અબ્રહામ, રાજસ્થાનના મૃદુલ અગ્રવાલ અને જેનિથ મલ્હોત્રા અને મહારાષ્ટ્રના અર્થવ અભિજીત તાંબટ તથા બક્શી ગાર્ગી મારકંડે પણ જેઈઈ મેઈનના માર્ચ સત્રમાં 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31