Last Updated on March 25, 2021 by
જરૂરતથી વધુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને આ જ વાત ટામેટા પર લાગુ થાય છે. શાકભાજી, સૂપ અથવા સલાડમાં ટામેટાનો ઉપયોગ લગભગ દરેક વસ્તુમાં કરવામાં આવે છે. આમ તો ટામેટા ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ એની માત્રા થોડી વધુ થઇ જાય તો એ નુકશાન પહોંચાડે છે.
પેટ ખરાબ થવું
ટામેટા ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે પરંતુ એને વધુ માત્રામાં ખાવામાં આવે તો એની વિપરીત અસર થાય છે. જે લોકોને ઇરીટેબલ બોઈલ સિંડ્રોમની સમસ્યા છે તેમણે તેમણે ટામેટાથી થોડી પણ વધુ માત્રાથી પેટ ફૂલી જવાની સમસ્યા રહે છે. એ ઉપરાંત ટામેટાની વધુ માત્રામાં ડાયરિયા પણ થઇ શકે છે.
એસિડ રિફ્લેક્શન
ટામેટામાં વધુ એસિડ હોય છે. જો તમને રિએક્શન અથવા છાતીમાં જલન થાય તો એકદમ ઓછી માત્રામાં ટામેટાનું સેવન કરો. ટામેટા તમારા પેટમાં એસિડ વધારે છે જેના કારણે તમારા પાચનની સમસ્યા વધી શકે છે.
કિડની સ્ટોનની સમસ્યા
ટામેટામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જે લોકોમાં કિડનીની બીમારી હોય છે એમને પોટેશિયમ ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. ટામેટામાં ઓક્સલેટ હોય છે. જે કિડની સ્ટડ બનાવવાનું કામ કરે છે. જો તમને પહેલાથી જ કિડની સ્ટોનની સમસ્યા છે તો ટામેટાને યોગ્ય માત્રામાં લઈ ડોક્ટરનો સંપર્ક કરો.
બ્લડ પ્રેસરની સમસ્યા
કાચા ટામેટામાં સોડિયમ ખુબ ઓછું હોય છે અને એ હાઈ બ્લડ પ્રેસર ઓછું કરે છે પરંતુ જો તમે ડબ્બાભરી ટામેટા અથવા ટામેટાના સૂપનો ઉપયોગ કરો છો તો એ હાનિકારક છે. એમાં ભારી માત્રામાં સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા બ્લડ પ્રેસરને વધારવાનું કામ કરે છે.
એલર્જીની સમસ્યા
હિસ્ટામાઇન કમ્પાઉન્ડથી એલર્જી ધરાવતા લોકોને ટામેટાંની એલર્જીક રિએક્શન થઇ શકે છે. આનાથી એક્ઝિમા, ફોલ્લીઓ, ખંજવાળ, ગળામાં દુખાવો અને ચહેરા પર સોજો આવે છે. ટમેટાથી એલર્જી વાળા લોકોને,તેની થોડી વધુ માત્રાથી પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
યુરિનલ ટ્રેકટ ઇન્ફેક્શન
ટામેટાંમાં એસિડ વધારે હોય છે અને વધુ માત્રામાં ખાવાથી બ્લેડરમાં ઉત્તેજના થાય છે. જો તમને યુરિનરી ટ્રેકટ ઇન્ફેક્શનની સમસ્યા છે, તો ટામેટાની વધુ માત્રા તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.
સ્નાયુઓમાં દુખાવો
ટામેટામાં મળતું હિસ્ટામાઇન કમ્પાઉન્ડ સાંધાનો દુખાવો અને સોજોની સમસ્યા પેદા કરી શકે છે. ટામેટાંમાં મળેલા સોલેનિનને કારણે કેટલાક લોકો ઇન્ફ્લેમેશનથી પણ પીડાય છે. ટામેટાની વધુ માત્રામાં સંધિવા અને સ્નાયુઓમાં દુખાવો પણ વધે છે.
માઈગ્રેનનો દુખાવો
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ટામેટાની વધુ માત્રા માઈગ્રેનનો દુખાવો વધારવાનું કામ કરે છે. ઈરાનના એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. એક્સપર્ટ મુજબ, આહારમાં ફેરફાર કરીને માઈગ્રેનને 40 ટકા સુધી નિયંત્રિત કરી શકાય છે. જો તમે માઈગ્રેનથી પીડિત છો તો ટમેટાંનું સેવન ઓછું કરો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31