Last Updated on March 25, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાત વિધાનસભા સંકુલમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ફેલાયેલા ગભરાટને ઓછો કરવા માટે આજથી સંકુલમાં માસ્ક વિના ફરનારાઓને રૂા.500ને બદલે રૂા. 1000નો દંડ વસૂલવાનો સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણય લીધો છે. તેમ છતાંય ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો લોબીમાં માસ્ક વિના ફરતાં જોવા મળ્યા હતા.
કોઈપણ ધારાસભ્યને દંડ કરવામાં આવ્યો
જોકે આજ સુધીમાં કોઈપણ ધારાસભ્યને દંડ કરવામાં આવ્યો નથી. પ્રસ્તુત જાહેરાત કરતાં સ્પીકર જણાવ્યું હતું કે કોરોનાની અસર ન થાય તે માટે વિધાનસભા ગૃહમાં ખાસ અલ્ટ્રાવાયોલેટ લાઈટ બેસાડવામાં આવી છે. આ લાઈટ આખી રાત ચાલુ રાખીને વિધાનસભા ગૃહની હવાને શુદ્ધ કરવામાં આવે છે. તેવી જ રીતે ગૃહની દરેક સીટ પર રોજ સેનિટાઈઝર છાંટીને તેને શુદ્ધ કરવામાં આવે છે.
ગૃહમાં જેટલો સમય બેસે તેટલો સમય માસ્ક વ્યવસ્થિત રીતે પહેરીને જ બેસવાની સૂચના આપવામાં આવી
આ સાથે જ દરેક સભ્યને ગૃહમાં જેટલો સમય બેસે તેટલો સમય માસ્ક વ્યવસ્થિત રીતે પહેરીને જ બેસવાની સૂચના આપવામાં આવી હતી. તેમાં અનુકૂળ ન જણાય તો થોડી વારે ગૃહની બહાર જઈ આવવાની સૂચના પણ સ્પીકરે આપી હતી. અત્યાર સુધીમાં સાત ધારાસભ્ય, ત્રણ ડેપ્યુટી સેક્રેટરી, ત્રણ પર્સનલ સેક્રેટરી અને આજે મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારીને કોરોના પોઝિટિવ આવતા મામલો ગંભીર બની રહ્યો હોવાનં જણાતા પેનલ્ટી વધારવામાં આવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31