GSTV
Gujarat Government Advertisement

ગુજરાત વિધાનસભા સંકુલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવે કે નહી, છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં!

કોરોના

Last Updated on March 25, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ વિધાનસભા સત્ર હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેથી વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભાજપના દંડક પંકજ દેસાઇ, વિપક્ષ નેતા ધાનાણીના કાર્યાલયમાંથી ય મુલાકાતીઓના બેસવા બેઠકો ઉઠાવી લેવાઇ હતી. ટીવી સુંધ્ધા બંધ કરી દેવાયું હતું.

વિધાનસભા

આવા કડક પગલાં જોઇને લોબીમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ એવી ટિખળ કરીકે, પહેલાં જ આવા પગલાં લીધાં હોત તો…એટલું જ નહીં, જો એકાદ બે કેસ આવે તો આખોય ફલેટ-સોસાયટી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકી દેવાય છે. આ તો દસથી વધુ ધારાસભ્યો, અધિકારીઓને કોરોના થયો છે ત્યારે વિધાનસભા સંકુલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ન આવે…

ધારાસભ્યોની અટક બદલાઇ કે શું…પ્રવિણ મૂછડિયું,હર્ષદ રિબડીયું

વિપક્ષી નેતાની ઓફિસમાં બેસીને ત્રણેક ધારાસભ્યો ચિંતિત બનીને ચર્ચા કરતાં હતાંકે, કાપ દરખાસ્ત રજૂ થાય ત્યારે એક નિવૃત અધિકારી જે તે ધારાસભ્યના નામ બોલે છે ત્યારે તે અધિકારી કોંગ્રેસના ધારાસભ્યના નામ નહીં પણ અટક કઇંક અલગ રીતે બોલે છે જેમ કે,હર્ષદ રિબડિયાને હર્ષદ રિબડિયું, પ્રવિણ મુછડિયાને બદલે પ્રવિણ મૂછડિયું, ડો. અનિલ જોષીયારાને બદલે ડો.અનિલ જોશીયારો, આ ધારાસભ્યો ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતાંકે, તે અધિકારીને બોલવામાં કઇંક મુશ્કેલી છે કે પછી શબ્દના ઉચ્ચારણમાં તકલીફ છે..

ચૂંટણી વખતે તો દિવસે વિજળી આપવાનો વાયદો કર્યો હતો, હવે ફરી ગ્યાં….

પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ઉર્જા મંત્રી સૌરભ પટેલ તરફ જોઇને બોલ્યાં કે, સાહેબ, પાણી માટે રાત્રે ખેતરે જવું પડે છે. ચૂંટણી વખતે તો દિવસે વિજળી આપવાનો વાયદો કર્યો હતો, હવે ફરી ગ્યાં. ત્યાં વળી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ટાપસી પૂરાવી કે, છેલ્લે કયારે ખેતરે ગ્યાં તા , એ તો કહો…

ગૃહમાં આવી શાંતિ રાખવા બદલ શાસક પક્ષ-વિપક્ષને અભિનંદન…

પ્રશ્નોતરી કાળ દરમિયાન એવુ બન્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પોતાના મત વિસ્તારની સરકારી હોસ્પિટલમાં સરકારે સુવિધા આપતા આરોગ્ય મંત્રી નીતિન પટેલનો આભાર માન્યો હતો. ત્યાં વળી વળતા જવાબમાં નીતિન પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્યએ સરકારની કામગીરીને વખાણી તે બદલ અભિનંદન પાઠવ્યાં હતાં . આ જોઇને અધ્યક્ષે ટકોર કરી કે,ગૃહમાં ધારાસભ્યોએ શાંતિથી પ્રશ્ન પૂછ્યાં ને,મંત્રીઓએ ટૂંકા જવાબો આપ્યાં. ગૃહમાં આવી શાંતિ હોય તો કેટલું સારૂં લાગે. બધાને અભિનંદન

વિધાનસભાનું જીવંત પ્રસારણ કરો, મતદારોને ખ્યાલ આવે

ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગૃહમાં એવી માંગણી કરી કે, અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરો જેથી અમારા મત વિસ્તારના મતદારોને ખ્યાલ આવે કે,અમારા ધારાસભ્ય લોકોના પ્રશ્નોની કેવી ચિંતા કરી રહ્યાં છે

ઓનલાઇન શિક્ષણ માટે અમારા છોકરાઓને ઝાડ પર ચડવું પડે છે

કોરોનાની મહામારીમાં ઓનલાઇન શિક્ષણ માટેની મુશ્કેલીનો ઉલ્લેખ કરતાં ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાએ કહ્યું કે,અમારા આદિવાસી વિસ્તારમાં મોબાઇલ નેટવર્કનો પ્રશ્ન છે, આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ફોન સુધ્ધાંય નથી. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ફોન છે તેમને ઝાડ પર ચડવું પડે છે.ડુંગર પર ચડવું પડવું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33