Last Updated on March 25, 2021 by
કોરોના વાયરસની મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ્વે વિભાગના ૧૩ મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા વસુલવાનો નિર્ણય લેવાયો છે. બિનજરૂરી અવર-જવર અને ભાડભીડ અટકાવવા માટે આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. અન્ય નાના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રૂપિયા ૧૦ માં જ મળશે.
નાના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રૂપિયા ૧૦ માં જ મળશે
અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઉંઝા, સિદ્ધપુર, સાબરમત- ધર્મનગર અને સાબરમતી- જેલ તરફ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના હવે ૩૦ રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિને જોતા મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો
રેલવેની અન્ય એક જાહેરાતમાં ૨૯ માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ વિશેષ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરાયો છે. બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ ૨૯ માર્ચથી એલએચબી કોચથી દોડાવાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31