GSTV
Gujarat Government Advertisement

લો બોલો: યુનિ.ઓએ મહેકમથી વધુ સ્ટાફ ભર્યો, ગ્રાન્ટમાંથી રીકવરીનો સરકારનો આદેશ: જવાબદાર સામે પગલા લેવા આદેશ

Last Updated on March 25, 2021 by

રાજ્યની કેટલી સરકારી સ્ટેટ યુનિવર્સિટીઓ સરકારે મંજૂર કરેલ મહેકમથી વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ભરી દીધો હોવાનું અને  પગાર-ભથ્થા સહિતના લાભો પણ ચુકવી દીધા હોવાનું ધ્યાને આવતા શિક્ષણ વિભાગે ઠરાવ કરી ગ્રાન્ટ બંધ કરવા અને રીકવરી કરવાનો આદેશ કર્યો છે. કેટલીક યુનિ.ઓ  દ્વારા પોતાની મનસુફીથી સરકારના મહેકમથી વધારે  શૈક્ષણિક અને બિન શૈક્ષણિક  સ્ટાફની ભરતી કરી પગાર-ભથ્થા સહિતના લાભો આપી દેવાયા છે અને પેન્શન પણ મંજૂર કરવામા આવ્યુ છે.

યુનિ.ઓ  દ્વારા પોતાની મનસુફીથી સરકારના મહેકમથી વધારે સ્ટાફની કરી ભરતી

જેને લઈને આ મુદ્દે કોર્ટ કેસ બાદ કન્ટેમ્પ્ટ થતા સરકારે ના છુટકે  ઠરાવ  કરવો પડયો  છે.જેમાં સરકારે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને  આદેશ કરતા જણાવ્યુ છે કે શિક્ષણ વિભાગ હસ્તકની જે પણ યુનિ.દ્વારા સરકારની મંજૂરી સિવાય મંજૂર મહેકમથી વધારાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ-અધિકારીઓની નિમણૂંક કરવામા આવેલ છે તેમજ યુનિ.ઓની આ પ્રકારની અનિયમિતતા અને ભૂલના કારણે રાજ્ય સરકાર પર વળતરનું અને પગાર-ભથ્થાનું  તથા પેન્શનનું ભારણ વધ્યુ છે.

રાજ્ય સરકાર પર વળતરનું અને પગાર-ભથ્થાનું  તથા પેન્શનનું ભારણ વધ્યુ

જેને પગલે પગાર  ભથ્થા  અને પેન્શનની ગ્રાન્ટ તાત્કાલીક અસરથી બંધ કરવાની રહેશે તેમજ અત્યાર સુધી ચુકવાયેલ તમામ રકમની ગણતરી કરીને તે રકમ યુનિ.ને ફાળવવામા આવનાર ગ્રાન્ટમાંથી સરભર કરવાની રહેશે. ઉપરાંત નિયમ વિરૃદ્ધની નિમણૂંક કરનાર અને અનિયમિતતા આચરનાર કર્મચારી તથા અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ સામે કડક પગલાં ભરી કાર્યવાહી પણ કરવાની રહેશે.

મહત્વનું છે કે કેટલીક સરકારી યુનિ.ઓએ અનેક વર્ષો પહેલા મોટી સંખ્યામાં મહેકમથી વધુ સ્ટાફ ભરી દીધો છે.કેટલાક કિસ્સામાં કર્મચારીઓને અન્યાય પણ થયો છે અને સરકારે જે રીતે અન્ય ખાતામાં સ્ટાફની નિમણૂંક મંજૂર કરી લાભો આપ્યા છે તેમ આવા કિસ્સામાં પણ સ્ટાફ મંજૂર કરી લાભો આપવા ઉગ્ર માંગો સરકારમા ઉચ્ચ કક્ષાએ સુધી અનેકવાર થઈ છે.પરંતુ આ પ્રકારના વધારાના સ્ટાફથી સરકાર પણ કરોડો રૃપિયાનું ભારણ વધે તેમ છે.સરકારે કરેલ આ ઠરાવ હવે રાજ્યની તમામ સરકારી યુનિ.ઓને લાગુ પડશે અને જે મુજબ હવે કોઈ પણ સરકારી યુનિ.જો વધારાનો સ્ટાફ ભરશે તો તેના પગાર-ભથ્થા સહિતના લાભો સરકાર નહી ભોગવે અને તમામ લાભો ગ્રાન્ટમાંથી સરભર કરવાના રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33