Last Updated on March 25, 2021 by
સુપરસ્ટાર સલમાન ખાને બુધવારે કોરોના વેક્સિનની પહેલી ડોઝ લીધી. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરી. સલમાન ખાને ટ્વીટ કરી લખ્યું, ‘આજે મે વેક્સિનનો પહેલો ડોઝ લીધો.’ જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ફરી એક વાર કોરોનાએ રફ્તાર -પકડી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલિબ્રિટીઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.
સલમાન ખાનની ટ્વીટ ફેન્સે પોતાના રિએક્શન આપ્યા. દબંગ સ્ટારને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે હાલમાં જ સલમાન ખાન સ્ટારર ફીલ રેસ-3ના પ્રોડ્યુસર આમિર તોરાની કોરોનાથી સંક્રમિત થયા હતા. ગયા દિવસોમાં રમેશ ઉપરાંત કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, રણવીર કપૂર, સતીશ કૌશિક જેવા સેલિબ્રિટીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.
ફિલ્મ રાધેમાં જોવા મળશે
સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ જલ્દી ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં કામ કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ અને પોસ્ટ પ્રોડક્સન વર્ક પહેલા જ પૂરું કરી દેવામાં આવ્યું હતું. જો કે મેકર્સ કોવિડ-19ને લઇ ફિલ્મ રિલીઝ નથી કરી રહ્યા. પછીથી ઘણા સમય સુધી કન્ફ્યુઝન બનેલું રહ્યું કે ફિઓલ્મ થીએટરમાં રિલીઝ થશે કે OTT પર. જોકે હવે સલમાન ખાનની ફિલ્મને થીયેટર્સમાં રિલીઝ કરવાનો
સંજય દત્તે પણ લીધી છે કોરોના વેક્સિન
જણાવી દઈએ કે આ પહેલા સંદય દત્તન પણ વેક્સિન લગાવી ચુક્યા છે. સંજય દત્તે ફોટો શેર કરી કોરોના વેક્સિન લેવાની જાણકારી આપી છે. સંજયે ફોટો સાથે જ મેડિકલ ટીમને પણ આ કામ માટે શુભેચ્છા પાઠવી છે. એક્ટરે ટ્વીટ કર્યુ, બીકેસી વેક્સીન સેંટરમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો શૉટ લીધો. હું Dr. Dhere અને તેમની સમગ્ર ટીમને આ શાનદાર કામ માટે શુભેચ્છા પાઠવું છે. તેમની મહેનત માટે મારા હ્રદયમાં ખૂબ જ પ્રેમ અને સન્માન છે. જય હિંદ! સંજય દત્ત પહેલા સૈફ અલી ખાન, શર્મિલા ટેગારો, નીના ગુપ્તા, ધર્મેન્દ્ર, કમલ હાસન, હેમા માલિની, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જૂન સહિત અનેક સ્ટાર્સે કોરોના વેક્સીન લીધી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31