Last Updated on March 25, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાતમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવી છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે રૂા.211 કરોડ જેટલી માતબર રકમ વાપરી હતી. જોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, ક્રિકેટ મેચે જ કરોડોના ખર્ચ પણ પાણી ફેરવી દીધુ હતું.
ગુજરાત સરકારે રૂા.211 કરોડ જેટલી માતબર રકમ વાપરી
આજે અગાઉ જે પરિસ્થિતિ હતી તે સ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયુ છે જેના કારણે કરોડોના ખર્ચ પછીય હતાં ત્યાંને ત્યાં આવીને ગુજરાત ઉભુ રહ્યુ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ માંડ માંડ કાબૂમાં આવી હતી. એક બાજુ,ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની આૃથાગ મહેનતના પરિણામે કોરોનાના કેસો એટલી હદે ઘટયાં હતાં કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો કોરોના વોર્ડ બંધ કરવો પડયો હતો. ત્યાં સૃથાનિક સ્વરાજની ચૂંટણી જીતવાના અભરખામાં રાજકીય નેતા-કાર્યકરો બિન્દાસ બનીને ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા હતા.
જીતવાના અભરખામાં રાજકીય નેતા-કાર્યકરો બિન્દાસ બનીને ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા
ચૂંટણી જીતવા માટે પ્રચંડ પ્રચાર રેલી-જાહેર સભાઓ યોજાઇ હતી. આટલું ઓછુ હોય ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટી ટ્વેન્ટી મેચનો હજારો દર્શકોએ આનંદ માણ્યો હતો . ભાજપ સરકારના કેટલાંય કાર્યક્રમ આયોજિત થયા પરિણામે કોરોનાને ખુલ્લુ આમંત્રણ મળ્યુ હતું. અને ત્યાર બાદ હાલમાં ગુજરાત કોરોનાની એપી સેન્ટર બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં એક સવાલના જવાબમાં આરોગ્ય વિભાગે જવાબ આપ્યો કે, વર્ષ 20-21માં કોરોના મહામારી માટે કેન્દ્ર સરકારે રૂા.308 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી તે પૈકી રૂા.211 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે પૈકી હજુય રૂા.96.97 કરોડ વપરાયા નથી.
કોરોનાના સંક્રમણને કાબુૂમાં લેવા ખર્ચ્યા
કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે ખુદ કરોડો રૂપિયા કોરોનાના સંક્રમણને કાબુૂમાં લેવા ખર્ચ્યા છે ત્યારે ચૂંટણી જીતવાના મોહમાં ભાજપે જ સરકારના કરોડોના ખર્ચ પર પથારી ફેરવી દીધી હતી. હવે ફરી સુફિયાણી વાતો કરી કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31