Last Updated on March 25, 2021 by
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.
એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.
ગત માર્ચમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 64212 કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે કોરોનાની સારવારમાંથી 459 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 60504 લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા
દરમ્યાન બુધવારે શહેરના અલગ અલગ કેન્દ્રો ઉપરથી કુલ 9700 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં 5391 પુરૂષ અને 4309 મહિલાઓનો સમાવેશ થાય છે.રસી લેનારાઓમાં સૌથી વધુ 6870 સિનિયર સિટીઝનોનો સમાવેશ થાય છે.તંત્ર દ્વારા 25 માર્ચના રોજ શહેરના 238 કેન્દ્રો ઉપરથી કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વર્ષ 2021ની શરૂઆતથી લઈને અત્યાર સુધી…
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 જાન્યુઆરી | 158 | 2 | 157 |
2 જાન્યુઆરી | 152 | 3 | 156 |
3 જાન્યુઆરી | 151 | 2 | 151 |
4 જાન્યુઆરી | 142 | 2 | 142 |
5 જાન્યુઆરી | 142 | 2 | 141 |
6 જાન્યુઆરી | 139 | 1 | 137 |
7 જાન્યુઆરી | 133 | 2 | 137 |
8 જાન્યુઆરી | 134 | 2 | 170 |
9 જાન્યુઆરી | 129 | 2 | 153 |
10 જાન્યુઆરી | 126 | 2 | 151 |
11 જાન્યુઆરી | 128 | 2 | 127 |
12 જાન્યુઆરી | 133 | 1 | 170 |
13 જાન્યુઆરી | 116 | 2 | 170 |
14 જાન્યુઆરી | 112 | 1 | 184 |
15 જાન્યુઆરી | 109 | 1 | 185 |
16 જાન્યુઆરી | 102 | 1 | 177 |
17 જાન્યુઆરી | 99 | 2 | 176 |
18 જાન્યુઆરી | 101 | 2 | 174 |
19 જાન્યુઆરી | 103 | 1 | 178 |
20 જાન્યુઆરી | 105 | 2 | 178 |
21 જાન્યુઆરી | 95 | 1 | 183 |
22 જાન્યુઆરી | 91 | 1 | 181 |
23 જાન્યુઆરી | 85 | 1 | 187 |
24 જાન્યુઆરી | 92 | 0 | 159 |
25 જાન્યુઆરી | 94 | 2 | 160 |
26 જાન્યુઆરી | 89 | 1 | 160 |
27 જાન્યુઆરી | 75 | 1 | 140 |
28 જાન્યુઆરી | 78 | 1 | 179 |
29 જાન્યુઆરી | 77 | 1 | 112 |
30 જાન્યુઆરી | 66 | 1 | 108 |
31 જાન્યુઆરી | 73 | 0 | 79 |
1 ફેબ્રુઆરી | 66 | 0 | 80 |
2 ફેબ્રુઆરી | 61 | 1 | 69 |
3 ફેબ્રુઆરી | 52 | 1 | 157 |
4 ફેબ્રુઆરી | 48 | 1 | 144 |
5 ફેબ્રુઆરી | 45 | 1 | 121 |
6 ફેબ્રુઆરી | 45 | 0 | 121 |
7 ફેબ્રુઆરી | 53 | 1 | 118 |
8 ફેબ્રુઆરી | 49 | 1 | 168 |
9 ફેબ્રુઆરી | 44 | 1 | 123 |
10 ફેબ્રુઆરી | 47 | 0 | 237 |
11 ફેબ્રુઆરી | 49 | 2 | 62 |
12 ફેબ્રુઆરી | 59 | 1 | 59 |
13 ફેબ્રુઆરી | 60 | 0 | 64 |
14 ફેબ્રુઆરી | 50 | 1 | 59 |
15 ફેબ્રુઆરી | 49 | 0 | 59 |
16 ફેબ્રુઆરી | 56 | 1 | 57 |
17 ફેબ્રુઆરી | 59 | 1 | 60 |
18 ફેબ્રુઆરી | 52 | 0 | 58 |
19 ફેબ્રુઆરી | 47 | 1 | 57 |
20 ફેબ્રુઆરી | 45 | 0 | 53 |
21 ફેબ્રુઆરી | 56 | 0 | 67 |
22 ફેબ્રુઆરી | 72 | 1 | 50 |
23 ફેબ્રુઆરી | 74 | 0 | 62 |
24 ફેબ્રુઆરી | 84 | 1 | 66 |
25 ફેબ્રુઆરી | 75 | 1 | 86 |
26 ફેબ્રુઆરી | 101 | 0 | 73 |
27 ફેબ્રુઆરી | 106 | 1 | 84 |
28 ફેબ્રુઆરી | 108 | 1 | 89 |
1 માર્ચ | 99 | 1 | 88 |
2 માર્ચ | 114 | 0 | 90 |
3 માર્ચ | 117 | 1 | 98 |
4 માર્ચ | 101 | 0 | 107 |
5 માર્ચ | 115 | 1 | 102 |
6 માર્ચ | 124 | 1 | 109 |
7 માર્ચ | 131 | 1 | 113 |
8 માર્ચ | 129 | 1 | 120 |
9 માર્ચ | 126 | 1 | 126 |
10 માર્ચ | 147 | 0 | 121 |
11 માર્ચ | 153 | 0 | 122 |
12 માર્ચ | 145 | 1 | 138 |
13 માર્ચ | 187 | 1 | 138 |
14 માર્ચ | 165 | 1 | 153 |
15 માર્ચ | 209 | 0 | 150 |
16 માર્ચ | 247 | 2 | 149 |
17 માર્ચ | 271 | 1 | 208 |
18 માર્ચ | 330 | 2 | 255 |
19 માર્ચ | 344 | 1 | 260 |
20 માર્ચ | 406 | 2 | 283 |
21 માર્ચ | 451 | 3 | 300 |
22 માર્ચ | 483 | 2 | 356 |
23 માર્ચ | 509 | 2 | 386 |
24 માર્ચ | 514 | 2 | 461 |
કુલ | 10,758 | 91 | 11,798 |
મ્યુનિ.ના સીરો સર્વેલન્સ ની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં લેવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં બીજો સીરો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.આ સર્વેલન્સના તારણોને ટાંકીને તેની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના ઈશ્યૂમાં લેવામાં આવી છે.આ લેખ મુજબ, 31.92 ટકા કોરોના કોન્ટેકટમાં એન્ટિબોડી જોવા મળી હતી. કુટુંબીજનો હોય એવા કોન્ટેકટમાં 39.36 ટકા અને અન્ય કોન્ટેકટમાં 28.72 ટકા એન્ટિબોડી જોવા મળી હતી. મ્યુનિ.દ્વારા અપનાવાયેલા અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. આ જર્નલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એજન્સીઓમાં અનુક્રમાંકીત છે.
નદીપારના 16 સહિત નવા કુલ 19 સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા
બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ માઈક્રો કન્ટેઈમેન્ટ જાહેર કરવામાં આવેલા 197 સ્થળમાંથી ત્રણ સ્થળને નિયંત્રણ મુકત કર્યા હતા. ઉપરાંત નવા 19 સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા વધીને 213 ઉપર પહોંચી ગઈ છે. બુધવારે માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા નવા સંક્રમિત સ્થળોમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત,ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ,પશ્ચિમ ઝોનના ચાર ઉપરાંત પૂર્વ ઝોનના બે અને ઉત્તરઝોનના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31