Last Updated on March 25, 2021 by
દેશભરમાં હવે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ પહેલાની જેમ દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,262 કેસો સામે આવ્યા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 275 લોકોના મોત નિપજ્યા છે. આ પરિસિૃથતિને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની ઇચ્છા અને પરિસ્થિતિ મુજબ રાજ્યોમાં પ્રતિબંધો મુકવાની છૂટ આપી દીધી છે. સાથે કેન્દ્રએ એક નવી ગાઇડલાઇન પણ જાહેર કરી છે.
કેન્દ્રએ એક નવી ગાઇડલાઇન પણ જાહેર કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને કહ્યું છે કે જરૂર પડશે તો સૃથાનિક સ્તરે જે પણ યોગ્ય લાગે તે પ્રતિબંધો લાગુ કરી દેવા કે જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય. ખાસ કરીને હાલમાં હોળી જેવા તહેવારો નજીક આવી રહ્યા હોવાથી આ પ્રતિબંધોની છૂટ આપી છે.જોકે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થઇ રહેલી અવરજવર પર કોઇ પ્રતિબંધ મુકવાની છુટ નથી આપવામાં આવી. વિદેશ કે દેશમાં થઇ રહેલા વ્યાપારના માલસામાનને લાવવા લઇ જવા પર પણ કોઇ પ્રતિબંધ નહીં મુકી શકાય.
જેટ સ્પીડે આગળ વધતો કોરોના : 47 હજાર કેસ, 275નાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે આગામી દિવસોમાં હોળી, શબે-એ-બરાત, બિહૂ, ઇસ્ટર અને ઇદ-ઉલ-ફિતર વગેરે દરમિયાન લોકોના એકઠા થવા કે અન્ય કોઇ પણ પ્રકારના સામૂહીક રીતે એકઠા થવા પર પ્રતિબંધ મુકવાની રાજ્યોને છુટ આપવામાં આવે છે. આ તહેવારોમાં ભીડને એકઠી ન થવા દેવા માટે પણ વિષેશ સુચના જારી કરવામાં આવી છે. દરમિયાન અત્યાર સુધી જે પણ કોરોનાના કેસો દેશમાં સામે આવ્યા છે તેમની ઉમરનું એક તારણ સરકારે કાઢ્યું છે. સાથે જે લોકો કોરોનાને કારણે માર્યા ગયા છે તેમની ઉંમરનું અનમાન પણ કઢાયું છે, જે મુજબ 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોના મોતની ટકાવારી 88 ટકા છે.
એટલે કે જે લોકોની ઉમર 45 વર્ષ કે તેથી વધુ હોય તેમનામાં કોરોનાને કારણે મોતની શક્યતાઓ યુવા વયના કરતા વધુ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશભરમાં જે પણ મોત નિપજ્યા છે તેમાં 88 ટકા લોકોની ઉમર 45 વર્ષ કે તેથી વધુ છે. અન્ય એક ચિંતાજનક બાબત સામે આવી છે. ભારતમાં હવે કોરોના વાઇરસના 771 વેરિએંટ છે. વાઇરસ ડબલ એટેક કરી રહ્યો છે જેને પગલે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
હવે ઇમ્યૂનિટી પણ કોરોના સામે રક્ષણ નથી કરી રહી. સ્વાસ્થ્ય મંત્રાલયે 10 નેશનલ લેબ્સનું એક ગુ્રપ બનાવ્યું હતું, જે દરમિયાન કોરોના વાઇરસના 10 હજારથી વધુ સેંપલ ટેસ્ટ કરાયા, જેમાં 771 અલગ અલગ વેરિએંટ પકડી પાડયા છે. જેમાં 736 સેંપલ બ્રિટન કોરોના વેરિએંટ વાળા છે. જ્યારે 34 સેંપલ સાઉથ આફ્રિકા અને એક સેંપલ બ્રાઝીલ વાળા કોરોના વેરિએંટનું છે.
18 રાજ્યોમાં નવો ડબલ મ્યૂટન્ટ વેરિન્ટ મળી આવ્યો
દેશના 18 રાજ્યોમાં કોરોનાનો નવો ‘ડબલ મ્યૂટેંટ’ વેરિએંટ મળી આવ્યો છે. જે રોગપ્રતિકારક તંત્રને ચકમા દેવામાં સક્ષમ માનવામાં આવે છે. હાલ દેશમાં જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને અને નવા વેરિએંટને કોઇ સંબંધ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. જે નવો વેરિએંટ મળી આવ્યો છે તે વધુ ઘાતક પણ માનવામાં આવે છે કેમ કે તે રોગપ્રતિકારક શક્તિથી બચીને શરીરમાં સંક્રમણને વધારી શકે છે.
હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવાસ માટે નિકળેલા 22 ગુજરાતી પ્રવાસીઓને કોરોના થયો છે. આ બધા જ પ્રવાસીઓ એક જ બસમાં 15 દિવસ માટે પ્રવાસ પર 7મી માર્ચે નિકળ્યા હતા. આ મુસાફરો પુષ્કર, જયપુર, ઉદયપુર, મથુરા, હરીદ્વાર થઇને 18મી માર્ચે રિશિકેશ પહોંચ્યા હતા. રિશિકેશમાં જ્યારે તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે કેટલાકને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
7 માર્ચે 50 ગુજરાતીઓ બસમાં યાત્રાએ નિકળ્યા હતા
બાદમાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો સાથે આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાયો જેનો રિપોર્ટ 22મી માર્ચે આવ્યો હતો. ગુજરાતના કુલ 50 મુસાફરો આ બસમાં સવાર હતા, જેમાંથી 22નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હાલ સિૃથતિ એવી છે કે આ મુસાફરોએ જ્યારે ટેસ્ટ કરાયા ત્યારે ખોટા મોબાઇલ નંબર આપ્યા હતા, જેને પગલે હાલ તેઓ ક્યાં છે તેની જાણકારી નથી મળી રહી.
22 ગુજરાતી પ્રવાસીને કોરોના, ખોટા મોબાઇલ નંબર આપી ગાયબ
પ્રશાસન તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન હરિદ્વાર કુંભ મેળામાં જે પણ લોકો જવા માગતા હોય તેઓએ કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે પછી જ પ્રવેશ આપવામાં આવશે. જે લોકો પ્રવેશ મેળવવા માગતા હોય તેઓએ આ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે, પોઝિટિવ રિપોર્ટ હશે તેઓને પ્રવેશ નહીં મળે.
મુંબઈમાં 24 કલાકમાં 5185 કેસ, 6નાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સંક્રમિત દરદીઓની વધતી જતી સંખ્યા પ્રશાસન માટે ચિંતાનો વિષય બની છે તેવામાં રાજ્યમાં એક દિવસમાં 31,855 નવા દરદીઓ નોંધાયા છે જ્યારે 15098 દરદી સાજા થયા છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 95 કોરોનાગ્રસ્તોનું મૃત્યુ નિપજ્યા છે. તેની સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત બનેલા દરદીઓની કુલ સંખ્યા 25,64,881 થઈ છે જેમાંથી 22,62,593 સાજા થયા છે. જ્યારે 53864ના મૃત્યુ નિપજયા ચે. હાલ મહારાષ્ટ્રના કોરોના 247299 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 31,855 કેસ,15098 સાજા થયા, 95નાં મોત
આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકના કોરોનાના 5185 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2088 દરદી સાજા થયા છે અને છનાં મૃત્યુ નિપજ્યા છે તેની સાથે જ મુંબઈમાં કોરોનાગ્રસ્ત બનેલા દરદીઓની કુલ સંખ્યા 374641 થઈ છે જેમાંથી 332713 સાજા થયા છે અને 11610નાં મૃત્યુ નિપજ્યા છે. હાલ મુંબઈમાં કોરોનાના 29395 એક્ટિવ કેસ છે.
થાણેમાં અત્યાર સુધીમાં 314280 વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાંથી 283768 સાજા થયા છે. જ્યારે 5914 દરદી કોરોના સામે જીવનની જંગ હાર્યા છે હાલ થાણેના 28567 એક્ટિવ કેસ છે. પુણેમાં અત્યાર સુધીમાં 487966 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી 460656 એ કોરોનાને માત આપી છે જ્યારે 8225 મૃત્યુને ભેટયા છે. હાલ પુણેમાં 49036 એક્ટિવ કેસ છે પુણેમાં અડધા લાખની આસપાસ એક્ટિવ કેસ હોવાથી પ્રશાસનની ચિંતા વધી છે. નવા આંકડા સાથે જ મહારાષ્ટ્રનો પોઝિટીવીટી રેટ 13.70 ટકા થયો છે. રિકવરી રેટ 88.21 ટકા થયો છે. જ્યારે મૃત્યુ દર ઘટીને 2.09 ટકા થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31