Last Updated on March 24, 2021 by
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધતું જ જઇ રહ્યું છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 1790 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ અને સુરતમાં આજે ફરી સૌથી વધુ કેસ નોંધાયાં. જેમાં અમદાવાદમાં 2ના મોત પણ નિપજ્યાં તો સાથે અમદાવાદમાં કુલ 514 નવા કેસ નોંધાયા છે.
વઘુ 19 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયાં
જો કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC વિભાગ સતત એલર્ટ પર છે. ત્યારે જ્યારથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારથી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરના કેટલાંક વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદમાં વઘુ 19 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
3 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયાંં
તમને જણાવી દઇએ કે, શહેરમાં હાલમાં કુલ 197 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. ત્યારે વધુ 19 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકાતા અને 3 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી દૂર કરાતા હાલમાં કુલ 213 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે અમલમાં છે.
રાજ્યમાં હાલમાં કુલ 8823 એક્ટિવ કેસો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના બેકાબુ થતા કોરોનાએ એવો તે ઉથલો માર્યો છે કે, હવે કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1790 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,858 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1277 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,78,880 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.45 ટકા છે.
હાલમાં કુલ એક્ટિવ કેસો 8823 એ પહોંચ્યાં છે તો વેન્ટીલેટર પર 79 દર્દીઓ છે જ્યારે 8744 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,78,880 છે તો કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 ગાંધીનગરમાં 1, જામનગરમાં 1 અને રાજકોટમાં 1 તો વડોદરામાં પણ 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31