Last Updated on March 24, 2021 by
અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ બાકી હતી. જેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની છેલ્લાં ઘણાં સમયથી ટ્રાન્સફર વૉરન્ટથી ધરપકડ કરવા માટેની કાયદાકીય પ્રકિયા ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને વર્ષો બાદ ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલમાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આતંકી સલમાનને બુલેટ પ્રુફ પોલીસ વાહન અને કડક પોલીસ સુરક્ષા સાથે રસ્તાના માર્ગે રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યો છે. જેમાં આતંકી સલમાનને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં આતંકીના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, ‘રાજસ્થાન હાઈકોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તેની કસ્ટડી આપી શકાય નહીં. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે પણ આરોપીની ઉંમર અંગેના પુરાવા રજૂ કરવામાં ગફલત કરી નાખી હતી.’
આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, ‘જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે આરોપી જુવેનાઈલ હતો જેથી તેણે જુવેનાઈલ કોર્ટ સમક્ષ જ રજૂ કરવામાં આવે’ તેવી માંગ કરવામાં આવી. આખરે આતંકી સલમાનને નામદાર મેટ્રો કોર્ટે જયપુર ખાતે મોકલી આપવાનો ઓર્ડર કર્યો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31