Last Updated on March 24, 2021 by
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ સામે આવ્યા. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10 જીલ્લાઓ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે જ્યાંથી કોરોનાના નવા કેસ સૌથી વધુ સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે,‘2 રાજ્ય મહારાષ્ટ્ર અને પંજાબ અમારી માટે ગંભીર ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલામાં કોરોનાના 28 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. પંજાબમાં વસ્તીની સરખામણીએ ઘણા વધુ કેસ સામે આવી રહ્યાં છે.’ આ 10 જિલ્લાઓમાં 9 જિલ્લા મહારાષ્ટ્રના અને એક જિલ્લો કર્ણાટકનો છે. જેમાં ઓરંગાબાદ, પૂના, નાગપુર, મુંબઈ, થાને, નાસિક, બેંગલુરું, નાંદેડ, જલગાંવ અને અકોલાનો સમાવેશ છે. જોકે, આ જિલ્લાઓમાં ગુજરાતના અમદાવાદ અને સુરતનો સમાવેશ નથી.
વાઈરસનો એક નવો ‘ડબલ મ્યૂટેન્ટ’ વેરિએન્ટ મળ્યો
ભારતમાં કોરોના વાઈરસનો કહેર ફરી ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 47 હજાર 262 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના 18 રાજ્યોમાં કોરોના વાઈરસનો એક નવો ‘ડબલ મ્યૂટેન્ટ’ વેરિએન્ટ મળ્યો છે. જોકે હાલ વધી રહેલા સંક્રમણ અને વાઈરસના નવા વેરિએન્ટ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે હજુ સામે આવ્યું નથી. આ નવો વેરિએન્ટ વિશ્વના અન્ય દેશોમાં પણ મળ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, નવા વેરિએન્ટના વધુ કેસ હાલ સામે આવ્યા નથી. આ નવો વેરિએન્ટ શરીરનું ઈમ્યુન સિસ્ટમને થાપ આપી સંક્રમણને વધારવાનું કામ કરે છે. કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ 15 થી 20 ટકા સેમ્પલમાંથી મળ્યો છે. વિદેશથી ભારત આવનારા યાત્રીઓ અને અન્ય કોરોના દર્દીઓમાંથી લેવાયેલા નમૂનાના જીનોમ સિક્વેન્સિંગ તથા વિશ્લેષણથી આ વેરિએન્ટના નવા કેસો અંગે માહિતી મળી હતી.
ગુજરાતમાં પણ કોરોનાથી સ્થિતિ ગંભીર
ગુજરાતમાં હવે એક એક દિવસ કોરોના માટે નવા નવા રેકોર્ડ સર્જનારા બની રહ્યા છે કેમકે પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાય રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1790 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 લોકોના મોત થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4466 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 1277 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 78 હજાર 880 લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 8 હજાર 823 એક્ટિવ કેસ છે. જ્યારે 79 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
હાઈકોર્ટે મુખ્યમંત્રીના નિર્ણયને પલટતા RT-PCR ફરજીયાત કર્યો
કોરોના વાઈરસના વધતા કેસની અસર હવે ઉત્તરાખંડમાં કુંભ પર થતી જોવા મળી રહી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, કુંભમાં આવતા તમામ લોકોએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો જરૂરી રહેશે. હાઈકોર્ટે રાજ્યના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નિર્ણયની ટીકા પણ કરી હતી. તીરથ સિંહ રાવતે RT-PCR વગર જ લોકોને આવવાની મંજૂરી આપી હતી. જોકે તેઓ કુંભ મેળામાં સામેલ થયા બાદ પોતે જ કોરોનાનો ભોગ બન્યા હતા. હવે હાઈકોર્ટે મુખ્યમંત્રીના નિર્ણયને પલટતા RT-PCR ફરજીયાત કર્યો છે. કુંભ મેળા અંગે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્રની ગાઈડલાઈન્સ પર કડકાઈથી અમલ કરાવવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોરોના વેક્સિન લગાવનાર પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડે તો તેમને RT-PCR ટેસ્ટનો રિપોર્ટ દેખાડવા મામલે છૂટ મળી શકે છે. જોકે અન્ય લોકો માટે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31