GSTV
Gujarat Government Advertisement

Covid 19 વિસ્ફોટ/ ગુજરાતમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત, નવા કેસ 1790 તો મોતનો આંક ચોંકાવનારો

Last Updated on March 24, 2021 by

ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના બેકાબુ થતા કોરોનાએ એવો તે ઉથલો માર્યો છે કે, હવે કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1790 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 8 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,90,858 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1277 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,78,880 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.45 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36,77, 467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,17,132 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.

ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 8823 એ પહોંચ્યાં છે તો વેન્ટીલેટર પર 79 દર્દીઓ છે જ્યારે 8744 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,78,880 છે તો કુલ મૃત્યુઆંક 4466 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 8 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 ગાંધીનગરમાં 1, જામનગરમાં 1 અને રાજકોટમાં 1 તો વડોદરામાં પણ 1 એમ કુલ 8 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

This image has an empty alt attribute; its file name is 0003-1-2-724x1024.jpg

જાણો આજે ક્યાં કેટલાં કેસ નોંધાયા અને કેટલાં લોકો થયા ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું કરાયું રસીકરણ

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33