GSTV
Gujarat Government Advertisement

AMCનું 2021-22 માટેનું 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ, ગત વર્ષ કરતા 1432 કરોડનું ઓછું

Last Updated on March 24, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું વર્ષ 2021-2022નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું. આ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. કમિશનરે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. જે ગત વર્ષ કરતા ના ડ્રાફ્ટ  બજેટ કરતા 1432 કરોડ નો ઘટાડો જોવા મળે છે.

AMC

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારે બુધવારે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યુ. કોરોનાની મહામારીને પગલે ગત વર્ષના બજેટ કરતા 1432 કરોડના ઘટાડા સાથે  બજેટ ઓનલાઇન રજુ કરવામા આવ્યુ. આ બજેટ ના મુખ્ય હાઇલાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ પર કોઈ પણ પ્રકાર નો કરવેરો ઝીંકવામાં આવ્યો નથી. નવા મોટા પ્રોજેક્ટો જાહેર કરવામાં આવ્યા નથી. પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે.

  • નવા જોડાયેલા વિસ્તારો જેવાકે બોપલ ઘુમા ચિલોડા કઠવાડાની પ્રાથમીક સુવિધાના વિકાસ માટે 110 કરોડ ની જોગવાઈ
  • પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ વોર્ડમાં 30 બેડની હોસ્પિટલનું 100 બેડની હોસ્પિટલમાં અપગ્રેડેશન
  • 120 કરોડ ના ખર્ચે વીએસ, શારદાબેન એલજી હોસ્પિટલનું નવીનીકરણ
  • 11 નવા અર્બન હેલ્થ સેન્ટર ચાર નવા સીએચસી સેન્ટર માટે 15 કરોડની જોગવાઈ
  • સિનિયર સીટીઝન માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ સાથે જીરિયાટ્રિક વિભાગ એસવીપીમાં  શરૂ કરવામાં આવ્યો છે
  • 310 કરોડના ખર્ચે નવા 4 ફ્લાય ઓવર બ્રિજ
  • 10 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ
  • હાઉસીંગ ફોર ઓલ  માટે 20489 આવાસો
  • રેવન્યુમાં 5337.50 કરોડની આવકનો અંદાજ
  • રેવન્યુ ખર્ચ 3912.50 કરોડનો અંદાજ જે ગત વર્ષ કરતા 5.63 ટકા ઘટ્યો છે.
  • કેપિટલ ખર્ચ 3562.50 કરોડનો અંદાજ
  • 2021-22 વિકાસના કામો માટે 3562.50 કરોડ જોગવાઈ
  • અર્બન ટ્રાન્સપોર્ટ માટે એએમટીએસની 700 બસો મળી કુલ 950 બસો
  • કુલ નવી 150 મીડી બસો ખરીદવાની આયોજન
  • બીઆરટીએસ માટે 150 મીડી ઇલેક્ટ્રોનિક બસો
  • કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ માટે 30 કરોડ ની જોગવાઈ
  • પશ્ચિમ ઝોન ચાંદખેડામાં કોમ્યુનિટી હોલ
  • ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા ચંદલોડિયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ..
  • સાઈ ઝૂલેલાલ ઓડિટોરિયમ કમ બેંકવેટ હોલ
  • ફાયર કવાર્ટર અને સ્ટેશન માટે રૂ.16.50 કરોડ
  • ગોતામાં નવું ફાયર સ્ટેશન બનશે
  • શહેરમાં નવા 8 ટેનિસ કોર્ટ બનાવાશે
  • કોર્પોરેશને સરકારી પ્લોટ વેચીને 1000 કરોડના ભંડોળનો લક્ષ્યાંક
  • આગામી વર્ષે 19 જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનાવામા આવશે

કમિશનરે રજુ કરેલા બજેટમાં સુધારો કરી આગામી દિવસમા સ્ટેન્ડીંગ ચેરમેન બજેટ રજુ કરશે. કોરોનાને કારણે તંત્રની તિજોરી પર ભારણ વધ્યુ છે. ત્યારે સતાધારી ભારતીય જનતા પાર્ટી પણ દર વર્ષની જેમ બહુ મોટા સુધારો નહીં મુકે તેવી શક્યતા સેવાઇ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33