Last Updated on March 24, 2021 by
ઘણી વખત એવું થાય છે કે તમે કઈ ખરીદવા માંગો છો પરંતુ એકાઉન્ટમાં પૈસા હોતા નથી. કેસની સમસ્યા હોવા પર પણ એ સમસ્યા આવે છે. પરંતુ આ વચ્ચે ખુબ જ ઓછા લોકો જાણે છે કે સતત પોપ્યુલર ઈ-કોમર્સ કંપનીઓ પછીથી પેમેન્ટની સુવિધા આપે છે. Amazon, Paytm અને MobiKwik જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓ તમને પ્રોડક્ટ ખરીદવા અને પછી પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. કંપનીઓ યુઝર્સની હિસ્ટ્રી અને કેટલીક જાણકારીના આધારે આ સુવિધા પુરી પાડે છે.
Buy Now Pay Laterની ખાસ વાત
Amazon, Paytm અને MobiKwikના ઘણા પ્રોડક્ટ પર પેમેન્ટના ઓપ્શનમાં Buy Now Pay Laterની સુવિધા આપવામાં આવે છે. એનો મતલબ એ થયો કે તમે એ ઉત્પાદકો માટે પછીથી ચુકવણી કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમે પોતાના એકાઉન્ટમાં ક્રેડિટ લિમિટ પણ સરળતાથી જોઈ શકો છો.
15-30 દિવસમાં કરી શકો છો પેમેંટ
કંપનીઓ Buy Now Pay Laterની સુવિધા ખુબ લાંબા સમય માટે આપતી નથી. યુઝર્સની ખરીદીના હિસાબે કંપની દરેક ગ્રાહકને અલગ અલગ ઓપ્શન આપે છે. સામાન્ય રીતે યુઝર્સને 15-30 દિવસની અંદર ચુકવણી કરવાની હોય છે. સેલરી વાળા લોકો માટે Buy Now Pay Laterની સુવિધા ખુબ સારી છે.
Amazonની ઓફર
ઈ-કોમર્સ કંપની એમેઝોન એક ખાસ ટેગ હેઠળ પેમેન્ટ ઓફર કરે છે. Amazon Pay Later હેઠળ એપથી રાશન, ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ ખરીદી શકો છો. કંપની તમને મોબાઈલ અને વીજળીનું બિલ ભરવાની પણ સુવિધા આપે છે.
Paytmથી પણ લઇ શકો છો આ ફાયદો
પછીથી પેમેન્ટ કરવાનો ઓપ્શન Paytm પણ આપે છે. અહીં કંપની ખાસ Paytm Postpaidના નામ પર સુવિધા આપે છે. પેટીએમ યુઝર્સ 20 હજારથી 1 લાખ સુધીની ખરીદી કરી શકે છે. કંપની યુઝર્સને પેમેન્ટ કરવા માટે એક માસનો સમય આપે છે.
MobiKwikની ઓફર
MobiKwik પણ ZIP નામથી આવી જ સુવિધા આપી રહી છે. કંપનીથી આ ઓફરનો ફાયદો આ વાત પર નિર્ભર કરે છે કે યુઝર્સનું પહેલું ટ્રાન્ઝેકશન કેવી રીતે કરી શકાય.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31