Last Updated on March 24, 2021 by
કોરોના વાયરસના જિનોમ સિકવન્સિંગ હેઠળ ભારતમાં કોરોના વાયરસના નવા ‘ડબલ મ્યુટેંટ વેરિયંટની જાણ થઇ છે. ભારતમાં મળેલ કોરોના વાયરસના નવા વેરિયંટ અને બીજા દેશોથી આવેલા નવા સ્ટ્રેનને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હજુ અહીં એટલી સંખ્યામાં જોવા મળ્યા નથી, જેનાથી દેશના કેટલાક રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કેસો સાથે એને જોડી શકાય. ઇન્ડિયન SARS-CoV-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિંગમાં આ સામે આવ્યું છે. નવા વેરિયંટની સ્થિતિ અને વધુ સમજવા માટે જિનોમ સિકવન્સિંગ અને વાયરસ ફેલાવા પર અભ્યાસ જારી છે.
દેશના 18 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિયંટ
વાયરસના નવા પ્રકારોને શોધવા માટે દેશના 10 લેબ્સને જોડીને INSACOG ની રચના કરવામાં આવી હતી. 25 ડિસેમ્બર, 2020 ના રોજ તેની રચના પછી વાયરસના નવા પ્રકારોને શોધવા માટે, વાયરસના પ્રસારનું વિશ્લેષણ જિનોમ સિકવન્સિંગ દ્વારા કરવામાં આવ્યું છે. તેની રચના પછી, રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા 10,787 પોઝિટિવ સેમ્પલમાંથી 771 સેમ્પલ્સમાં નવા પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે. આમાં, 736 સેમ્પલ્સમાં યુકેથી મળી આવેલા સેમ્પલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા. ત્યાં જ 34 સેમ્પલમાં દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિયંટ છે. એક સેમ્પલમાં બ્રાઝિલમાં મળેલા વેરિયંટની પુષ્ટિ થઇ. આ વેરિયંટ દેશના 18 રાજ્યોમાં મળી આવ્યા છે.
પહેલો મામલો ડિસેમ્બરમાં આવ્યો હતો
બ્રિટનમાં મળી આવેલા વાયરસના નવા વેરિયંટનો ભારતમાં પહેલો કેસ 29 ડિસેમ્બરના રોજ બહાર આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મુસાફરોના સેમ્પ્લસ, નવા વેરિયંટથી પોઝિટિવ આવનારા લોકોના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે જઈ રહ્યા છે. જીનોમ સિક્વન્સીંગ દ્વારા વાયરસના બદલતા રૂપ અને આનુવંશિક ફેરફારોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
16 માર્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાવાયરસના નવા વેરિયંટ સાથે કોઈને ફરીથી ચેપ લગાવવાનો મામલો હજી પ્રકાશમાં આવ્યો નથી. તેમણે લેખિત જવાબમાં જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ આ ત્રણ દેશોમાં કોવિડ -19 ના નવા વેરિયંટની જાણ થઇ છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળતા વેરિયંટમાં પહેલા સંક્રમિત થયેલ વ્યક્તિને ફરી સંક્રમિત થવાની ક્ષમતા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31