GSTV
Gujarat Government Advertisement

અમદાવાદની સિવિલ મામલે એવો થયો છે ખુલાસો કે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ હચમચી જશે, 21, 920 લોકોના થયા છે મોત

Last Updated on March 24, 2021 by

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહી છે, હોસ્પિટલોના બેડ પણ ફૂલથઈ રહ્યા છે, સાથે સાથે હોમ આઈસોલેશનમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ફરી એક વખત સરકારને ઘેરી છે.

ઇમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલની સરખામણી મોતના કુવા સાથે કરી છે. ભાજપ સરકાર પર ઘણા આકરા પ્રહારો કર્યા છે. સરકાર પર તીખા શાબ્દિક હુમલા દરમ્યાન કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 21 હજાર 920 દર્દીઓના મોત થયા છે.

છેલ્લા 2 વર્ષમાં કુલ 21 હજાર 920 દર્દીઓના મોત થયા

  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ના મોત મામલે કોંગ્રેસ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા નું નિવેદન
  • સિવિલ હોસ્પિટલ મોત નો કૂવો. ખેડાવાળા
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષ માં કુલ 21920 દર્દીઓ માં મોત થયા ની વિગત આવી સામે
  • કોરોનાના કુલ 970 દર્દીઓ ના સિવિલ હોસ્પિટલમાં મોત થયા
  • અન્ય બીમારી અને કારણોસર 20950 દર્દીઓ ના મોત સિવિલ હોસ્પિટલ ના તંત્ર ના પાપે લોકો એ જીવ ગુમાવ્યા

જે અંતર્ગત કોરોનાના કુલ 970 દર્દીઓ મોતને ભેટ્યા છે . જ્યારે કે અન્ય બિમારીને કારણે 20 હજાર 950 દર્દીઓના મોત થયા છે. સિવિલ હોસ્પિટલ તંત્રના પાપે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આક્ષેપ ઇમરાન ખેડાવાલાએ કર્યો છે. સિવિલ હોસ્પિટલ મોત નો કૂવો છે.

સિવિલ હોસ્પિટલ મોત નો કૂવો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૭૩૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી છે. આ સ્થિતિએ હાલ રાજ્યમાં પ્રતિ કલાકે ૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. ૭ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૮ હજારને પાર થયો છે. હાલમાં ૮,૩૧૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૬ દર્દી વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૯૦,૩૭૯ જ્યારે કુલ મરણાંક ૪,૪૫૮ છે. આ પૈકી માર્ચ મહિનાના પ્રથમ ૨૩ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૨૦,૪૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૪૮ના મૃત્યુ થયા છે.

શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધતા અલગ અલગ વિસ્તારોમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો અને કેટલાક સ્થળોએ ફરીથી શરૂ કરવામાં આવેલા ડોમની બહાર લોકોએ કોરોના અંગે રેપીડ ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈન લગાવી દીધી હતી.કેટલાક સ્થળોએ ટેસ્ટીંગ કીટ ખુટી જવાથી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને ટેસ્ટ કર્યા વગર પાછા ફરવુ પડયુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33