GSTV
Gujarat Government Advertisement

આ કેવો રિવાજ/ લગ્નમાં ઉતારવામાં આવે છે કપડાં, બળજબરીથી કરાવે છે કિસ, પછી આ રીતે લોકો ઉઠાવે છે આનંદ

લગ્ન

Last Updated on March 24, 2021 by

દુનિયામાં અજીબો ગરીબ રીતિ રિવાજોની કમી નથી. ઘણી વખત આ રિવાજોના કારણે લોકોના જીવ પણ જતા રહે છે, તો ઘણી વખત બદનામી થાય છે. આ છતાં લોકો આ રિવાજો શોખથી મનાવે છે. જો કે સમય સાથે આ વસ્તુને બદલાવું જરૂરી છે. પરંતુ, આજે પણ ઘણી જગ્યાઓ પર આ જારી છે. આ કડીમાં આજે અમે તમને ચીન લઇને જઈએ, જ્યાં શેનડોન્ગ પ્રાંતમાં લગ્ન દરમિયાન દુલ્હા અને દુલ્હન સાથે જે કરવાં આવે છે તે જાણી તમને પણ ખુબ હેરાની થશે. કારણ કે લોકો કપલના કપડાં પણ ઉતરાવે છે અને ફરી એમની મજા લે છે. આ રિવાજોના કારણે ઘણી ઘટના થઇ ચુકી છે, ત્યાર પછી એના પર રોક માટે ઘણી સખ્તી પણ દાખવવામાં આવી હતી.

દુલ્હા-દુલ્હનના કપડાં પણ ઉતારી લે છે

સામાન્ય રીતે લગ્નમાં ઉજવણીનો માહોલ હોય છે. દુલ્હા-દુલ્હનથી લઇ મહેમાનો સુધીના દરેક જણ તેનો આનંદ લે છે. જો કે, શેનડોંગ પ્રાંતના ઝોપીન્ગ સિટીમાં દુલ્હા દુલ્હન સાથે લોકો એવું કરે છે કે જેના કારણે નવદંપતિ માટે શર્મસાર બની જાય છે. કારણ કે, નવા દંપતી સાથે, લોકો સ્ટ્રીપ કરાવે છે. ધાબળામાં લપેટાવે છે, તેમના કપડા ઉતારે છે અને શાહી ફેંકે છે. એટલું જ નહીં, એમના કપડા પણ ઉતારી લે છે.

એટલું જ નહિ જબરદસ્તી કિસ પણ કરાવડાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ રિવાજને કારણે ઘણી નવવધૂઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે. જ્યારે એક છોકરો આ ડરથી ભાગવા લાગ્યો હતો ત્યારે તેનો અકસ્માત પણ થયો હતો. આવા અનેક કેસ નોંધાયા છે. તેથી, હવે વહીવટીતંત્રે આ રીત-રિવાજો અંગે કડકતા દાખવી છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જણાવાયું છે. કારણ કે, ઘણા યુવા યુગલો આ રિવાજોની સતત ટીકા કરતા હોય છે.

સખ્તી છતા જારી છે રીતિ-રિવાઝ

હાલમાં જ આ રિવાજો અંગે જારી કરવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હવે કોઈ પણ દુલ્હા-દુલ્હન સાથે કંઇપણ કરવા દબાણ કરી શકે નહીં. તેમના કપડા પણ નહિ ઉતારી શકે. સાથે કેજ બલ્ગર પરફોર્મન્સ પણ કરી શકાય નહિ . જો કોઈ આ કરે છે અથવા નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું માલુમ પડે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ પ્રતિબંધની અસર શહેરી વિસ્તારોમાં જોવા મળી રહી છે. પરંતુ, લોકો હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં આ રિવાજોનું પાલન કરી રહ્યા છે. જેના કારણે હવે ઘણા યુગલોને શર્મસાર થવું પડે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30