Last Updated on March 24, 2021 by
મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે તો આ બધા વચ્ચે સંજય રાઉતે ડિનર પાર્ટીનું આયોજન કરતા રાજકારણ વધુ ગરમાયુ છે. 100 કરોડ રૂપિયાની વસૂલી કાંડના આરોપોને લઈને ભારતીય જનતા પાર્ટી સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પણ નિશાન સાધી રહી છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સામે સરકારના ચિત્રને લઈને મોટું સંકટ ઉભું થયું છે. પરંતુ આ બધાથી વિપરીત શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આજે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે. જે અત્યંત ખાસ માનવામાં આવી છે.
આજે સંજય રાઉતની ડિનર પાર્ટી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે આજે એટલે કે બુધવારે સાંજે પોતાના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે. આ ડિનર પાર્ટીમાં મહારાષ્ટ્રના તમામ સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપ સાંસદોને પણ આમંત્રણ
મહત્વપૂર્ણ વાત તો એ છે કે સંજય રાઉત તરફથી કોંગ્રેસ શિવસેના એનસીપીના સાંસદોની સાથે સાથે મહારાષ્ટ્ર ભાજપના સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, જણાવી દઈએ કે આ ડિનર પાર્ટીનું આયોજન ઘણા સમય પહેલા જ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, પાછલા લેટ;આંક દિવસોમાં મહારાષ્ટ્રમાં અચાનક રાજકીય તોફાન શરૂ થઇ ગયું. એવામાં, એક તરફ જ્યાં ભાજપ સડકથી સંસદ સુધી મહા વિકાસ અઘાડી સરકારને ઘેરી રહી છે તો હવે સંજય રાઉતે આ ડિનર પાર્ટીમાં ભાગ લેવા માટે નેતા કેટલાંક સાંસદો પણ પહોંચશે.
મહારાષ્ટ્રમાં રાજકીય ટક્કર
જણાવી દઈએ કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપો લગાવ્યા છે કે ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાં 100 કરોડ રૂપિયાની વસૂલ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ નિવેદન બાદથી જ ભાજપ સતત ઉદ્ધવ સરકાર પર હુમલા કરી રહ્યું છે. એટલું જ નહિ હવે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ ચાલતું હોવાના પણ આરોપ લગાવ્યા છે.
ભાજપની સીબીઆઈ તપાસની માંગ
ફડણવીસે આ મામલાને લઈને દિલ્હીમાં ગૃહ સચિવ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરવાની અપીલ પણ કરી હતી. તો, મુંબઈમાં બુધવારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને સમગ્ર મામલે એક્શન લેવા પણ માંગ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31