GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો નવો સ્ટ્રેન : રાજ્યમાં ચેપનો ફેલાવો વધ્યો પણ આ કારણે નથી ઉભરાઈ રહી હોસ્પિટલો અને નથી પડી ઓક્સિજનની બુમરાણ

Last Updated on March 24, 2021 by

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ઉપરાંત જામનગર, ગાંધીનગર, ભાવનગર સહિતના શહેરોમાં કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી ગયું છે. રાજકોટમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ કે જ્યારે કોરોના કેસો ટોચ પર પહોંચ્યા હતા તેના કરતા પણ સંક્રમણની સ્થિતિ વધુ કથળી છે પરંતુ, સપ્ટેમ્બરમાં રોજના ૨૦-૨૫ના કોરોનાની અસરથી મૃત્યુ થતા તેની સામે હાલ રોજ ૨-૩ના મૃત્યુ થાય છે, આમ, કોરોનાનો નવો સ્ટ્રેન કે જેમાં સંક્રામકતા વધુ પણ ઘાતકતા વધુ ન હોય તે પ્રસર્યાનું અનુમાન થઈ રહ્યું છે.

સંક્રામકતા વધુ પણ ઘાતકતા વધુ ન હોય તે પ્રસર્યાનું અનુમાન

કોરોનાનો સ્ટ્રેન કેવો છે, વિષાણુના સ્વરૂપમાં શુ ફેરફાર થયો તે અંગે તંત્ર દ્વારા કોઈ અભ્યાસ નથી થતો અને તંત્ર રસીકરણમાંથી જ નવરું પડતું નથી ત્યારે કોરોના રોકવા ક્વોરન્ટાઈન સહિતના પગલા પણ હવે બંધ છે. હોસ્પિટલોમાં દર્દી દાખલ થાય એટલે તેના સારવાર પર જ ધ્યાન કેન્દ્રીત કરાય છે, મહામારીનો પ્રકાર જાણવા જાણે ફૂરસદ નથી અને ગુજરાતમાં આ માટે લેબ.ની સુવિધા પણ નથી.

ગુજરાતમાં આ માટે લેબ.ની સુવિધા પણ નથી

રાજકોટમાં આજે એક દિવસમાં જ ૧૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે, તો અમદાવાદની વસ્તી ચાર ગણી છે અને ત્યાં ૪૮૩ કેસો નોંધાયા છે. વડોદરામાં ૧૫૯ અને સુરતમાં ૪૮૩ કેસો છે. આમ, આ ચાર મહાનગરો કે જ્યાં વસ્તીની ગીચતા છે અને બહારથી આવન-જાવન વધારે છે ત્યાં સંક્રમણની ગતિ ચિંતાજનક રીતે વધી છે. મોરબી, કચ્છ સહિતના નાના જિલ્લાઓમાં પણ કોરોના હવે બે આંકડામાં નોંધાય છે. તબીબી સૂત્રો કહે છે કે સંક્રમણ વધવા સાથે લોકોમાં સારવાર માટે જાગૃતિ અને તબીબોમાં સારવારનો અનુભવ વધ્યા છે અને હવે કોરોનાના કેસો અગાઉ કરતા પણ વધુ છતાં મૃત્યુના કેસો આશરે ૧૦માં ભાગના થઈ ગયા છે. આમ છતાં જોખમ ફરી પહેલા જેટલું જ થયું છે.

કોરોના રોકવા હવે લોકડાઉન નહીં આવે તેવું મુખ્યમંત્રી જાહેર કરી ચૂક્યા

કોરોના રોકવા હવે લોકડાઉન નહીં આવે તેવું મુખ્યમંત્રી જાહેર કરી ચૂક્યા છે, રાત્રિના સવારે ૬થી રાત્રિના ૯-૧૦ વચ્ચેના સમયમાં પણ વાયરસ સક્રિય હોય બલ્કે રાત્રિ કરતા વધુ સક્રિય હોય કર્ફ્યુ બે મતલબનો છે. માસ્ક-ડિસ્ટન્સ ખુદ નેતાઓને ફાવ્યું નથી. આ સ્થિતિમાં આશાનું એકમાત્ર કિરણ રસીકરણ છે

પરંતુ, ગુજરાતમાં આજની સ્થિતિએ માત્ર ૧ ટકાથી ઓછા નાગરિકોને રસીના બે ડોઝ મળ્યા છે. જેમને ડોઝ મળ્યા છે તેમાંય એન્ટીબોડી કેટલાને આવ્યું તેનો સેમ્પલ સર્વે પણ સરકારે કર્યો નથી. હજુ ૬૦ વર્ષથી વધુ વયના વૃધ્ધો રસીકરણમાં બાકી છે ત્યારે વેપારી મહામંડળે જણાવ્યા પ્રમાણે ૪૫થી ૬૦ વર્ષના પ્રૌઢોમાં કોરોના વધુ પ્રસરી ગયો છે અને તમામને એક સાથે મહત્તમ રસીકરણ માટે માંગણી થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33