Last Updated on March 24, 2021 by
મેઘરાજાની અસીમ કૃપા અને કિસાનોની મહેનતના પરિણામે કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન છતાં તેમાંથી બનતા ખાદ્યતેલોમાં સટોડીયાઓ વધુ પડતા સક્રિય થતા રોજ ભાવમાં જબરદસ્ત ઉછાળ આવી રહ્યો છે જેનાથી આમ નાગરિકોએ પેટનો ખાડો પૂરવો મૂશ્કેલ બની ગયો છે. આ સ્થિતિમાં સુસ્ત સરકારે પહેલા તેમના નેતાઓ ફ્યુચર ટ્રેડીંગ અંગે શુ માનતા હતા તે યાદ કરીને પગલા લેવાની જરૂર છે. રાજકોટમાં આજે એક દિવસમાં જ પામતેલમાં રૂ।.૫૦, સિંગતેલમાં રૂ।.૨૫ અને કપાસિયા તેલમાં રૂ।.૨૦નો વધારો થયો છે.
કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન છતાં તેમાંથી બનતા ખાદ્યતેલોમાં અસહ્ય વધારો
પામતેલમાં રૂ।.૫૦, સિંગતેલમાં રૂ।.૨૫ અને કપાસિયા તેલમાં રૂ।.૨૦નો વધારો
માત્ર સિંગતેલની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન જે બે વર્ષ પહેલા આશરે ૧૬ લાખ ટન હતું તે સતત ગત બે વર્ષમાં ૩૦-૩૦ લાખ ટનથી વધારે થયું છે. માંગમાં એવો ઉછાળો આવ્યો નથી. પરંતુ, સિંગતેલ પર સટોડીયાઓની નજર પડતા તેના ભાવ પર નજર નાંખીએ તો (૧) તા.૧૫ ડિસેમ્બરે ૧૫ કિલો સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રૂ।.૨૨૩૫-૨૨૭૫ હતો (૨) તેમાં રૂ।.૫૫ વધીને તા.૧ જાન્યુઆરીએ ૨૨૭૦-૨૩૩૦ થયો (૩) ફરી રૂ।.૪૦ વધીને તા.૧૫ જાન્યુઆરીએ રૂ।.૨૩૧૦-૨૩૭૦ (૪) તા.૩૦ જાન્યુઆરીએ ૧૦ ઘટીને રૂ।.૨૩૦૦–૨૩૬૦ થયો (૪) ફરી પખવાડિયામાં રૂ।.૮૦ વધીને ૧૫ ફેબુ્રઆરીએ ૨૩૭૦-૨૪૨૦ થયો અને (૫) ફરી પખવાડિયામાં રૂ।.૯૦ વધીને રૂ।.૨૪૬૦-૨૫૧૦ થયો. મતલબ, અઢી માસમાં તેલના ડબ્બામાં રૂ।.૨૬૦નો ભાવ વધારો થયો.
અઢી માસમાં તેલના ડબ્બામાં રૂ।.૨૬૦નો ભાવ વધારો થયો
ચાલુ માર્ચ માસમાં જ સટોડીયા, વાયદાઓનું પરિણામ જુઓ. તા.૬ માર્ચે ડબ્બાનો ભાવ રૂ।. ૨૪૩૫-૨૪૮૫ હતો. ૧૦ દિવસમાં તે રૂ।.૧૦૫ વધી ગયો અને ગત તા.૧૬ માર્ચે રૂ।.૨૫૪૦-૨૫૯૦ની નવી ઉંચાઈએ પહોંચ્યો. સ્વાભાવિક છે કે આ ભાવ પરવડે જ નહીં અને વેચાણ ઘટવા લાગ્યું. ગત સપ્તાહમાં આ રમત વધુ તીવ્રતાથી આગળ વધી, માત્ર ચાર દિવસમાં ભાવમાં રૂ।.૫૫નો ઘટાડો થયો અને આજે એક દિવસમાં ફરી રૂ।.૨૫નો વધારો કરી દેવાયો! યાદ રાખવું જરૂરી છે કે આ સિંગતેલમા કંપનીના શેરના ભાવ નથી પણ ગરીબો રોટલી,દાળ,શાક માટે જે છૂટક તેલ ખરીદે છે તેનો ભાવ છે!
પામતેલ કે જેનો ઉપયોગ પેકિંગમાં મળતા ફાસ્ટફૂડમાં થાય છે તેમાં ચાર દિવસમાં રૂ।.૩૫નો વધારો થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ પ્રથમવખત રૂ।.૨૦૦૦ની સપાટી પાર કરીને રૂ।. ૨૧૨૦-૨૧૬૦ સુધી પહોંચી ગયા છે.
ઓઈલમીલરોએ જણાવ્યું કે પામતેલ, સોયા તેલમાં વૈશ્વિક કક્ષાએ મોટા માથાઓ વાયદાનો, સટ્ટાનો વેપાર કરે છે. ફીઝીકલ પેમેન્ટ ન થતું હોવાની અને માત્ર ભાવફેરની રમત ચાલતી હોવાની શંકા છે. એક પ્રકારે આ જૂગાર છે. વેપારીઓ કહે છે વાયદામાં ૪થી ૬ ટકાની સર્કિટ લાગે એટલે સ્થાનિક સિંગતેલ, કપાસિયા તેલ પર અસર થયા વગર રહેતી નથી.
ગરીબોનું લોહી ચૂસીને ધંધો કરવા જેવી વાત
ભાવની આ રમત બીટકોઈન, સોનુ, ચાંદી, શેર વગેરેમાં થતી હોય તો તેની અસર ગરીબોને ન થાય, પણ આ ગરીબોનું લોહી ચૂસીને ધંધો કરવા જેવી વાત છે અને છતા સરકારને હજુ સુધી તેમાં કાંઈ ખોટુ થયાનું નથી લાગતું. શુ ભાજપના નેતાઓ જ્યારે મનમોહનસિંગ સરકાર વખતે ફ્યુચર ટ્રેડીંગની વાત આવી ત્યારે પણ તેમાં ખોટુ ન્હોતું લાગતું? આ સવાલ હવે સર્જાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31