Last Updated on March 24, 2021 by
ગુજરાતના અમદાવાદ શહેરમાં વર્ષ 2008 અત્યંત ગોઝારો રહ્યો હતો. જેમાં અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આંતકી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા. અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ આ ઘટનાનો કુખ્યાત આરોપી આતંકી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી.જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલમાનની ધરપકડ કરાઈ છે. સલમાનની 2008ના બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી.
સલમાનની 2008ના બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી
રસ્તાના માર્ગે આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લવાયો હતો..અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બ્લાસ્ટ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બ્લાસ્ટ મામલે આરોપીની પૂછપરછ કરવામાં આવી
અમદાવાદમાં ૨૦૦૬માં કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ લશકરે તોયબા આતંકવાદી મોહસીન પુનાવાલાની એટીએસે પુનાથી અટક કરી છે. તપાસમાં આતંકવાદીએ પાકિસ્તાની આઈ.એસ.આઈ એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરીને અમદાવાદ ગુજરાત સહિત જુદા જુદા વિસ્તારના યુવાનોને આતંકવાદી ટ્રેનીંગ માટે પાકિસ્તાન મોકલ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
કાલુપુર બોમ્બ બ્લાસ્ટ કેસ તથા લશ્કરે તોયબાના જેદાહી ષડયંત્ર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
કાલુપુર બોમ્બ બ્લાસ્ટ કેસ તથા લશ્કરે તોયબાના જેદાહી ષડયંત્ર કેસનો વોન્ટેડ આરોપી મોહસીન પુનાવાલા પુનાના હડપસર ખાતે છુપાયો હોવાની માહિતી એટીએસને મળી હતી. જેને આધારે પોલીસે પુનાથી મોહસીન પુનાવાલાની અટક કરી હતી.
મોહસીન પુનાવાલાએ ગુજરાતમાં લશ્કરે તોયબાના અસલમ કાશ્મીરી તથા બશીર કાશ્મીરી કે જેઓ કંછારીયા તથા તડકેશ્વર મદરેસામાં અબ્.ાસ કરતા હતા તેના અન્ય સાગરીતોની દોરવણીથી નાણાકીય સહયોગ વેગેર દ્વારા પાકિસ્તાની એજન્સી આઈ.એસ.આઈ.ના નેટવર્કનો ઉપયોગ કરીને આતંકવાદી કાવતરૃ ઘડયું હતું.
જેના ભાગરૃપે અમદાવાદ ગુજરાત સહિત દેશના જુદા જુદા વિસ્તારના યુવાનોને આતંકવાદી તાલીમ લેવા માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર ખાતે હથિયારો ચલાવવાની તથા વિસ્ફોટ કરવાની તાલીમ માટે પંદરથી વીસ યુવાનોને મોકલ્યા હતા. તેમના કાવતરા મુજબ આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે ૧૯ ફેબુ્રઆરી ૨૦૦૬ના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોને ગંભીર ઈજા થઈ હતી અને સંપત્તિને મોટુ નુકશાન થયું હતું.
લોકોને ગંભીર ઈજા થઈ હતી અને સંપત્તિને મોટુ નુકશાન થયું
જેદાહી ષડયંત્રના ગુનામાં કુલ ૧૨ આરોપી ઝડપાયા હતા અને ૧૧ આકોરી ફરાર હતા. જે પૈકી મોહસીન અબ્બાસ સૈયદ(૩૬) સૈયદનગર, મોહ્મદવાડી, હડપસર પુના ખાતે છુપાઈને બેઠો હોવાની માહિતીને આધારે પોલીસે તેની અટક કરી હતી. મોહસીન પોતાના ઘરનું સરનામુ બદલીને બહાર આવવાનું સતત ટાળતો હતો. તે સિવાય ઘર નજીકના મદરેસામાં ભણાવવાનું કામ કરતો હતો. ૨૦૦૬માં તે કંથારીયા મદરેસા ખાતે અભ્યાસ કરતો હતો. મોહસીન અને ઈરફાન કોલ્હાપુરવાળો સહિત અન્ય યુવાનોને પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠ્ઠન લશ્કરે તોયબાની રાહબરી હેઠળ આતંકવાજી તાલીમ લેવા માટે મોકલી આપ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31