GSTV
Gujarat Government Advertisement

ન ઘરના ન ઘાટના રહ્યા મિથુન દા: મુખ્યમંત્રી તો છોડો ધારાસભ્ય પણ નહીં બની શકે, પ્રચાર માટે ખૂબ કામમાં આવ્યા

Last Updated on March 24, 2021 by

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. અહીં આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. જે અંતર્ગત 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન પણ થવાનું છે. રાજકીય પાર્ટીઓએ પોત-પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી.મંગળવારે ભાજપે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પણ તેમાંયે મિથુન દાદાનું નામ ક્યાંય દેખાતું નથી. જેનાથી મિથુન અને તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. ગત 7 માર્ચે ભાજપમાં શામેલ થયેલા મિથુન ચક્રવર્તી રાશબિહારી સીટથી ટિકિટ મળવાની આશા રાખીને બેઠા હતા. સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને ટિકિટ મળવાના સંક્તો પણ મળ્યા હતા. મિથુને કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીની રેલીથી શરૂઆત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, પાર્ટી ઉપાધ્યક્ષ મુકુલ રોય અને સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ચૂંટણી લડશે તેવા ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા. એક એવી પણ ચર્ચા હતી, કે ભાજપ તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરશે.

જે બે સીટની આશા હતી, ત્યાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા

ભાજપમાં શામેલ થતાં મિથુન દાના સમર્થકો રાશબિહારીમાંથી ટિકિટ મળશે તેવી આશા રાખીને બેઠા હતા. પણ મંગળવારે જાહેર થયેલી યાદીમાં ભાજપે અહીં આ સીટ પર પૂર્વ લેફ્ટિનેંટ જનરલ સુબ્રતો સાહાને ટિકિટ આપી દીધી.

બે સીટો વચ્ચે ફસાઈ ગયાં

આ ઉપરાંત અમુક સૂત્રોનું માનીએ તો, તેમના માટે પ્રતિષ્ઠિત દક્ષિણી કોલકાતા સીટ રીઝર્વ રાખવાના સંકેત મળતા હતા. મિથુને મુંબઈની મતદાર યાદીમાં પોતાનું નામ ઉત્તર કોલકાતાં નોંધાવ્યુ હતું. ત્યારે આવા સમયે ભલે અમુક ઉમેદવારોને હટાવીને અથવા તો બદલીને પાર્ટી મિથુન દાને ટિકિટ આપે. આ આશા એટલા માટે છે કે, કારણ કે ભાજપે બે સીટો પર ઉમેદવારોની બદલી કરી છે. જાણીતા અર્થશાસ્ત્રી અશોક લાહિડી હવે અલીપુરદ્વારાની જગ્યાએ બાલુરઘાટથી ચૂંટણી લડશે. તો વળી કલકત્તાની રાશબિહારી સીટથી ભાજપના ઉમેદવાર પૂર્વ લેફ્ટિનેંટ જનરલ સુબ્રતો સાહાને ટિકિટ આપી છે.

સ્ટાર પ્રચારક તરીકે ખૂબ કામમાં આવ્યા

ભાજપે મિથુન દાને ટિકિટ ભલે ન આપી, પણ તેમને સ્ટાર પ્રચારક તરીકેનો દરજ્જો ચોક્કસ આપ્યો છે. આજ કારણ છે કે, તે 30 માર્ચના રોજ નંદીગ્રામમાં પાર્ટીના ઉમેદવાર સુવેન્દુ અધિકારીના સમર્થનમાં ચૂંટણી રેલી કરશે. આ રોડ શોમાં અમિત શાહ પણ હાજર રહેશે. આ રીતે જ મિથુન દાને અન્ય ચૂંટણી રેલીઓ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આમ આ રીતે મિથુન દા ભાજપ માટે કામ કરતા રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33