GSTV
Gujarat Government Advertisement

આ પ્રગતિશીલ નહીં, ગરીબીશીલ ગુજરાત/ જુઠું બોલવું, વારંવાર બોલવું જોશથી બોલવું એનું નામ ભાજપ: ગૃહમાં વિપક્ષના આકરા પ્રહાર!

Last Updated on March 24, 2021 by

વિધાનસભા બજેટ સત્રમાં સત્તાધારી પક્ષ કે વિપક્ષ ટીકા કરવાની તક છોડતા નથી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તો તડાપીડ બોલાવી કે, જુઠુ બોલવું, વારંવાર બોલવું, જાહેરમાં બોલવુને, જોશથી બોલવું એનુ નામ જ ભાજપ.ડીસામાં પૂર્વ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતીકે, પાકિસ્તાનની સિંધુ નદીનુ પાણી બનાસકાંઠામાં લાવીશું જે હજુ સુધી આવ્યું નથી. બટાકાના ભાવ સોનાના ભાવે વેચાશે.પણ આજે બટાકા રોડ પર ફેંકવા પડે છે. મહેસાણામાં ય એવુ કીધું કે,નળની ચકલી ખોલશો તો તેલ આવશે. તેલ તો ન આવ્યું પણ ખેડૂતોનું તેલ નીકળી ગયું.

BJP vs CONGRESS

રસી લઇએ તો ય કોરોના થાય તો શું કરીએ…

કોરોનાના વધતાં સંક્રમણને લઇને ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચિંતિત બન્યાં છે. વિધાનસભાની લોબીમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એકબીજાની પૃચ્છા કરી રહ્યાં હતાં કે, તમે રસી લીધી કે નહીં. એક ધારાસભ્યએ એવી ચિંતા વ્યક્ત કરી કે, રસી લઇએ તો ય કોરાના થાય તો શું કરીએ. આમ કહીને ધારાસભ્યએ જ કોરોનાની રસીની અસરકારતા પર સવાલ ઉઠાવ્યા હતાં. 

કોરોના વકરતાં વિધાનસભા ગૃહના દરવાજા ખુલ્લા રખાયાં

વિધાનસભા બજેટ સત્રમાં છ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે ત્યારે હવે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને જાણે કોરોનાની ગંભીરતા સમજાઇ છે. આજે અધ્યક્ષની સૂચનાથી વિધાનસભા ગૃહના દરવાજા પણ ખુલ્લા રખાયા હતાં કેમકે, રખેને કોઇ સંક્રમિત ધારાસભ્ય છીંક ખાય તો વાયરસ ગૃહની અંદર રહે નહીં. ગૃહના દરવાજા ખુલ્લા જોઇને એક ધારાસભ્યએ ટિખળ કરીકે, હવે વાંધો નહીં, કોરોનાના વાયરસ સરળતાથી અવરવજર કરી શકશે.

મોદી સાહેબ,દિલ્હીમાં બેઠાં છે,પછી તો દસેય આંગળી ઘીમાં 

કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ કાયદા મુદ્દે ગૃહમાં વોકઆઉટ કર્યા બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ગુજરાતમાં ખેડૂતો સુખી છે તેવો દાવો કરતાં કહ્યું કે, એક સમયે ખેડૂતોને ખાતર મેળવવું હોય તો લાઇનોમાં ઉભા રહેવું પડતું. એટલું જ નહીં, પોલીસના દંડા ખાવા પડતાં હતાં. હવે ખાતરની ખેંચ નથી કેમ કે,માં મોસળમાં હોય પછી તો. મોદી સાહેબ દિલ્હીમાં બેઠાં છે.પછી તો દસેક આંગળી ઘીમાં જ હોય ને.

આ પ્રગતિશીલ નહીં, ગરીબીશીલ ગુજરાત છે

ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબોની સંખ્યા વધી તે મુદ્દે ચર્ચા કરતાં કહ્યુ કે, અગિયાર વાયબ્રન્ટ થયાં, અબજો રૂપિયાનું રોકાણ કાગળ પર થયું,કરોડો યુવાઓને રોજગારી આપવાની વાતો માત્ર કાગળ પર રહી હોય. હજારો-લાખો લોકો ગરીબી રેખા નીચે જીવવા મજબૂર હોય ત્યારે આ રાજ્યને પ્રગતિશીલ રાજ્ય કોઇ સંજોગોમાં ન કહી શકાય,આ પ્રગતિશીલ ગુજરાત નહીં પણ ગરીબીશીલ ગુજરાત છે.

બાપા ખાટલામાં હોય તો શું ખાટલા સાથે ફિંગરપ્રિન્ટ આપવા જાવું

ખાતરની સબસિડી હવે ખેડૂતના ખાતામાં સીધી જમા થશે તે મુદ્દે વાત કરતાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ દાખલો આપ્યો કે, અત્યારે તો રિક્ષાવાળો પણ આધારકાર્ડ દેખાડી ખેડૂતનું ખાતર લઇ આવે છે. હવે ખેડૂતને ફિંગર પ્રિન્ટ આપવી ફરજિયાત થશે ત્યારે ખેડૂત મોટી ઉંમરના હોય. બાપા ખાટલામાં હોય ત્યારે શું ખાટલા સાથે ફિંગર પ્રિન્ટ આપવા જાવું..

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33