GSTV
Gujarat Government Advertisement

સર્વે: ન ભાજપ કે ન ટીએમસી, એકેય પાર્ટીને બહુમત મળતો દેખાતો નથી, સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને લેફ્ટની ગરજ પડશે

Last Updated on March 24, 2021 by

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને હાલમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ મમતા બેનર્જી પોત-પોતાની પાર્ટીઓ માટે જનતા વચ્ચે જઈને જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. લગભગ મોટા ભાગની પાર્ટીઓએ ઉમેદવારો અને ચૂંટણી ઢંઢેરાઓ પણ જાહેર કરી દીધા છે. ત્યારે હવે ફરી એક વાર સર્વે સામે આવ્યો છે. જે ચોંકાવનારો સાબિત થઈ શકે છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસની કાંટાની ટક્કર આપી રહ્યુ છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા સર્વેમાં આ વાતો સામે આવી છે.

એકેય પાર્ટીને નથી મળતો બહુમત

આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાંટાની ટક્કર આપ્યા બાદ બંનેમાંથી કોઈ પણ પાર્ટીને બહુમત મળતો દેખાતો નથી. સર્વે અનુસાર 294 સીટોવાળી વિધાનસભામાં 136થી 146 સીટો ટીએમસીના ખાતામાં જઈ શકે છે. તો વળી ભાજપને 130થી 140 સીટ મળી શકે છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 148 સીટો જોઈએ.

કોંગ્રેસ અને લેફ્ટ માટે ખરાબ દા’ડા જ રહેશે

સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે,આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને લેફ્ટના ખરાબ દિવસો જ રહેશે. દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોંગ્રેસ અને લેફ્ટ બંને મળીને 14થી 18 સીટો મળી શકે છે. તથા 1થી 3 અન્યને સીટ મળી શકે છે. આ આંકડાના આધારે માનવામાં આવે છે કે, કોઈને પણ બહુમત નહીં મળવાની હાલતમાં કોંગ્રેસ, લેફ્ટ અને આઈએસએફ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

CONGRESS

8 તબક્કામાં યોજાશે ચૂંટણી

રાજકીય રીતે સૌથી ગરમ મનતા રાજ્ય પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 294 સીટોવાળી વિધાનસભા માટે 27 માર્ચ (30 સીટ), 1 એપ્રિલ (30 સીટ), 6 એપ્રિલ (31 સીટ), 10 એપ્રિલ (44 સીટ), 17 એપ્રિલ (45 સીટ), 22 એપ્રિલ (43 સીટ), 26 એપ્રિલ (36 સીટ), 29 એપ્રિલ (35 સીટ) પર ચૂંટણી યોજાશે. પશ્ચિમ બંગાળમાં પરિણામની તારીખ 2મે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33