GSTV
Gujarat Government Advertisement

વાઈબ્રાન્ટની વાતો પોકળ/ સમૃદ્ધ અને ગતીશીલ ગુજરાત માત્ર કાગળ પર, 20 વર્ષમાં વધ્યા 2.75 લાખ BPL કુટુંબો: વિકાસનો ફુગ્ગો ફુટ્યો!

Last Updated on March 24, 2021 by

વાઈબ્રાન્ટ ગુજરાતની વાતો કરતી સરકારના દાવા નિકળ્યા પોકળ, વાઈબ્રાન્ટ ગુજરાતમાં ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોની સંખ્યા 2001માં 65,000ની હતી તે પછીના બે દાયકામાં ભાજપના શાસન હેઠળ ગુજરાતે જબરદસ્ત વિકાસ સાધ્યો હોવાનો અને ગુજરાતની પ્રજાની માથાદીઠ આવક વધીને હોવા છતાંય ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા 65,000થી 2.75 લાખ વધીને 3.40 લાખની કેવી રીતે થઈ છે તે અંગે ભાજપે સ્પષ્ટતા કરવી જોઈએ, એમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટેની માગણીઓ અંગેની ચર્ચામાં પોતાના મંતવ્યો વ્યક્ત કરતા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે ભાજપના શાસકોને સણસણતો સવાલ કર્યો હતો. 

ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા 65,000થી 2.75 લાખ વધીને 3.40 લાખની કેવી રીતે થઈ

ગૃહમાં ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 2001ની સાલમાં ગુજરાતની માથાદીઠ આવક રૂા. 12,975ની હતી તે 2020-21માં વધીને રૂા. 2,16,329 થઈ હોવાનું છાશવારે જણાવવામાં આવે છે. આ રીતે ગુજરાતે વિકાસ સાધ્યો હોવાનો અને ગુજરાતની પ્રજા વધુ સંપન્ન બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બે દાયકામાં માથાદીઠ આવક રૂા. 2,03,354 વધી હોવાનું જણાવવામાં આવે છે. 

બે દાયકામાં માથાદીઠ આવક રૂા. 2,03,354 વધી હોવાનું જણાવવામાં આવે

ભાજપ ગુજરાતના છેલ્લા પચ્ચીસ વર્ષના શાસનમાં ગુજરાતીઓ કેટલા સમૃદ્ધ થયા તેની વિગતો મૂકતા ધારાસભ્યએ ગૃહમાં જણાવ્યું હતું કે 2000-01માં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા 33.75 લાખની હતી. તેમ જ અંત્યોદય કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 2.60 લાખની હતી. ત્યારબાદ 2020માં લાગુ કરવામાં આવેલી મા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થી તરીકે શહેરમાં 1,24,6000 અને ગામડાંમાં 2,58,78,000 લોકો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

તેમાં 8.8 લાખ અંત્યોદય યોજનાના પરિવારોનો પણ સમાવેશ થાય છે. 2001માં અત્યોદય યોજના હેઠળના પરિવારોની સંખ્યા 33.75 લાખની હતી તે વધીને 2020માં 3,82,84,000 થઈ છે. આ ગાળામાં વસતિમાં પણ 1.19 કરોડ નો વધારો થયો છે.  કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યું છે.

કોરોના કાળમાં 68.80 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ પણ આપવામાં આવ્યું

મધ્યમ વર્ગના પણ 61.4 લાખ પરિવારોએ પણ ફ્રી ફૂડનો લાભ લીધો ચે. કુલ 1,22,00,084 પરિવારોએ ફ્રી ફૂડનો લાભ લીધો હોય તાકારોનાના કાળમાં ગુજરાતના ે માત્ર  7.16 લાખ પરિવારોએ જ મફત વિતરમનો લાભ લીધો નથી. આ આંકડાઓ જ દર્શાવે છે કે ગુજરાતમાં કેટલા લોકો 20 વર્ષમાં સમૃદ્ધ થયા છે અને કેટલા લોકો ગરીબ બન્યા છે. 

ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના ચાલે છે. 2018-19માં મધ્યાન ભોજન યોજનાનો 42.99 લાખ બાળકોએ લાભ લીધો હતો. 2020-21માં 50.29 લાખ વિદ્યાર્થીઓએ મધ્યાહ્ન ભોજન  યોજનાનો લાભ લીધો છે. ગુજરાત સમૃદ્ધ અને સંપન્ન બન્યું હોય તો મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી રીતે વધી રહી છે તેનો જવાબ સરકારે આપવો જોઈએ. 

કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવતા અનાજના જથ્થાનો પૂરો ઉપાડ કેમ નથી કરાતો?

ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે, મધ્યાહ્ન ભોજન લેનારાઓ વધ્યા છે છતાંય કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 28, 52,950 મેટ્રિક ટનના જથ્થામાંથુ ગુજરાતે માત્ર 23,56,288 મેટ્રેીક ટન જથ્થાનો જ ઉપાડ કર્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને 12,22,693 મેટ્રિક ટન ચોખાનો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો હતો. તેમાંથી 9,73,794 મેટ્રીક ટન ચોખાનો ઉપાડ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગણી પણ તેમણે કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33