GSTV
Gujarat Government Advertisement

ખુશખબર: છેલ્લા 24 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, આપના શહેરના ભાવ આ રીતે જાણી શકશો

Last Updated on March 24, 2021 by

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, બુધવારે ઘણા દિવસો બાદ જનતાને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કાપ મુક્યો છે. તેલ કંપનીઓએ 24 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવોમાં ઘટાડો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કર્યો છે. આ કાપ બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલના ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે. હકીકતમાં જોઈએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના કિંમતોમાં આવેલા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ


આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 15 દિવસમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી લહેર ચાલતી હોવાની કારણે ઈંધણની માગ ઘટવા લાગી છે. જેને લઈને કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઉંચાઈએથી નીચે આવીને સીધા 64 ડૉલર બૈરલ પર આવી ગયા છે.

સ્કીમ

ફેબ્રુઆરીમાં આટલું મોંઘુ રહ્યું


ગત મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે ઘરેલૂ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4થી 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. પણ 26 ફેબ્રુઆરી બાદ ક્રૂડના ભાવમાં 8 ડૉલર વધ્યા હતા. પણ આ દરમિયાન ફક્ત 27 ફેબ્રુઆરીના રોજ મામૂલી વધારી થયો હતો.

દરરોજ બદલાઈ છે ભાવ

આપને જણાવી દઈએ કે, રોજ સવારે 6 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી નવા દરો લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડાયા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જતાં હોય છે. વિદેશી મુદ્રાના દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

આવી રીતે ચેક કરો પેટ્રોલ અને ડીઝલના ભાવ

આપ SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવની ખબર પડે છે. પેટ્રોલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થતાં હોય છે. ઈંડિયન ઓયલની વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે આપને RSPની સાથે પોતાના શહેરનો કોડ ટાઈપ કરીને 9224992249 નંબર પર SMS મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે. જે આપ આઈઓસીએલની વેબસાઈટ પર જોઈ શકશો. તો વળી BPCL કસ્ટમર RSP લખીને 9223112222 અને એચપીસીએલ કસ્ટમર HPPrice લખીને 9222201122 મેસેજ મોકલવાથી પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકશો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33