Last Updated on March 24, 2021 by
ભારતે કેઅર્ન એનર્જી કેસમાં હેગ સ્થિત આર્બિટેશન કોર્ટે આપેલા ચુકાદાની વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારત સરકારે બીજી વખત આ કોર્ટનો ચુકાદો સ્વીકારવાની ના પાડી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે સોમવારે અપીલ દાખલ કરી હતી.
નાણામંત્રાલય દ્વારા કોઈ અભિપ્રાય આવ્યો નથી
જો કે નાણા મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં કોઇ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડના હેગ સ્થિત પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટેશનની બનેલી ત્રણ સભ્યોના ટ્રિબ્યુનલના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી છે.
આ કોર્ટે કેઅર્ન એનર્જી પર ભારત સરકારે નાખેલ 10,247 કરોડ રૂપિયાના ટેક્સને અયોગ્ય ગણાવ્યો હતો અને ભારત સરકારને આટલી રકમ, વેચેલ શેરોની રકમ, ડિવિડન્ડ જપ્ત અને ટેક્સ રિફંડ પરત આપવાનો આદેશ આપ્યો હતો.
કેઅર્ન એનર્જી સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો
ઉલ્લેખનીય છે કે ભારત સરકારને ડિસેમ્બર, 2020માં રેટ્રોસ્પેક્ટ્રિવ ટેક્સના સંદર્ભમાં ઇન્ટરનેશનલ આર્બિટેશનમાં કેઅર્ન એનર્જી સામે હારનો સામનો કરવો પડયો હતો. ટેક્સ વિવાદના આ કેસમાં આર્ટિબેશન કોર્ટે ભારત સરકારને 1.2 અબજ ડોલર ઉપરાંત વ્યાજ અને દંડની રકમ ચુકવવા આદેશ આપ્યો હતો. જેના કારણે આ રકમ વધીને 1.4 અબજ ડોલર થઇ ગઇ છે.
જો કે ભારત સરકારે કેઅર્ન એનર્જીને આ રકમ ચૂકવી નથી અને આ ચુકાદા વિરૂદ્ધ અપીલ દાખલ કરી છે. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત સરકારે બ્રિટનની સાથે થયેલ વેપાર સમજૂતીનો ભંગ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ભારત સરકારે કેઅર્ન એનર્જી પર નાખેલ 10,247 કરોડ રૂપિયાનો ટેક્સ અયોગ્ય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31