Last Updated on March 24, 2021 by
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૭૩૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી છે. આ સ્થિતિએ હાલ રાજ્યમાં પ્રતિ કલાકે ૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. ૭ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૮ હજારને પાર થયો છે. હાલમાં ૮,૩૧૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૯૦,૩૭૯ જ્યારે કુલ મરણાંક ૪,૪૫૮ છે. આ પૈકી માર્ચ મહિનાના પ્રથમ ૨૩ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૨૦,૪૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૪૮ના મૃત્યુ થયા છે.
જિલ્લો | ૨૩ માર્ચ | એક્ટિવ કેસ |
સુરત | 577 | 2614 |
અમદાવાદ | 509 | 1715 |
વડોદરા | 162 | 914 |
રાજકોટ | 140 | 589 |
જામનગર | 36 | 188 |
ગાંધીનગર | 36 | 188 |
ભાવનગર | 31 | 229 |
ગુજરાતમાં કોરોનાના કેસમાં અમદાવાદ-સુરત ‘એપિસેન્ટર’ સમાન બની ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર અમદાવાદ શહેરમાંથી ૫૦૨-અમદાવાદ ગ્રામ્યમાંથી ૭ એમ ૫૦૯ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંક ૫૦૦ને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૬૭,૮૬૩ છે જ્યારે એક્ટિવ કેસ ૧,૭૧૫ છે. સુરત શહેરમાં ૪૭૬-ગ્રામ્યમાં ૧૦૧ સાથે ૫૭૭ નવા કેસ સામે આવ્યા હતા. સુરતમાં કુલ કેસ હવે ૫૯,૬૩૫ જ્યારે એક્ટિવ કેસ ૨,૬૧૪ છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી જ કોરોનાના ૧,૦૮૬ નવા કેસ સામે આવ્યા છે.
વડોદરા શહેરમાં ૧૪૨-ગ્રામ્યમાં ૨૦ સાથે ૧૬૨, રાજકોટ શહેરમાં ૧૧૭-ગ્રામ્યમાં ૨૩ સાથે ૧૪૦ કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૬ સાથે જામનગર-ગાંધીનગર, ૩૧ સાથે ભાવનગર, ૨૪ સાથે ખેડા, ૧૯ સાથે કચ્છ, ૧૬ સાથે મહેસાણા, ૧૫ સાથે ભરૃચ-પાટણ-આણંદનો સમાવેશ થાય છે. એકમાત્ર ડાંગ એવો જિલ્લો છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
એકમાત્ર ડાંગ એવો જિલ્લો છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી
તારીખ | દૈનિક કેસ | એક્ટિવ કેસ |
૨૩ ફેબુ્રઆરી | 348 | 1786 |
૨૮ ફેબુ્રઆરી | 407 | 2363 |
૫ માર્ચ | 515 | 2858 |
૧૨ માર્ચ | 715 | 4006 |
૧૯ માર્ચ | 1415 | 6147 |
૨૩ માર્ચ | 1730 | 8318 |
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨-૨ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૮-સુરતમાં ૯૯૦-વડોદરમાં ૨૪૪ અને રાજકોટમાં ૨૦૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩૮૬, સુરતમાંથી ૩૨૧,વડોદરામાંથી ૧૪૨, રાજકોટમાંથી ૯૮ એમ રાજ્યભરમાંથી ૧,૨૫૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૭૭,૬૦૩ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૫.૬૦% છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮,૭૦૧ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૨૮ કરોડ થયો છે. રાજ્યમાં હાલ ૫૮,૦૧૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31