GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: જર્મનીમાં પહેલી એપ્રિલથી લોકડાઉન, ઘાતક કોરોનાનો કહેર વધતા આકરા પ્રતિબંધો લદાયા

Last Updated on March 24, 2021 by

 સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરક્કોને જણાવ્યું છે કે તેમને મળનારા એસ્ટ્રાઝેનેકા રસીના પુરવઠામાં વિલંબ થશે. ગાર્ડિયન અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં રસીની માગ વધી રહી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે હાલ કામ ચાલુ હોવાથી આ વિલંબ થશે. દેશમાં રસી આપવા કરતાં ભારત વિદેશમાં રસીનું વધારે દાન કરે કે વેચે છે તેને માટે તેની ટીકા થઇ રહી છે. હાલ ભારત કોરોનાના કેસોની સંખ્યાની દૃષ્ટિએ યુએસ અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે છે. 

કોરોના

ભારત કોરોનાના કેસોની સંખ્યાની દૃષ્ટિએ યુએસ અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે

બીજી તરફ જર્મનીમાં ચાન્સેલર એન્જેલ મર્કેલે ઇસ્ટરના તહેવાર ટાણે જ પહેલી એપ્રિલથી પાંચ દિવસનું લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયંત્રણોને એપ્રિલની મધ્ય સુધી લંબાવવામાં આવ્યા છે. મર્કેલે ચેતવણી આપી હતી કે જર્મની વધારે ઘાતક કોરોના વાઇરસના મોજાનો સામનો કરી રહ્યો છે. ખાનગી મિટિંગ પાંચ જણના બે જૂથો પૂરતી મર્યાદિત કરવામાં આવી છે. સુપરમાર્કેટને શનિવારે જ ખુલ્લા રાખવામાં આવશે. ચર્ચને પણ સર્વિસ ઓનલાઇન યોજવા માટે જણાવી દેવાયું છે.લોકોને ઘરમાં જ રહેવા અને પ્રવાસ ન કરવા જણાવાયું છે.

ચર્ચને પણ સર્વિસ ઓનલાઇન યોજવા માટે જણાવી દેવાયું

દરમ્યાન પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની બેગમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે ત્યારે વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ચીનના વિદેશ પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી કોરોના રસી મેળવવા માટે ટહેલ નાંખી હતી. કુરેશીએ અગાઉ કોરોના રસીના પંદર લાખ ડોઝનું દાન આપવા બદલ ચીનનો આભાર માન્યો હતો. બુધવારે ચીને સાઇનોફાર્મની કોરોના રસીના બીજા પાંચ લાખ ડોઝ દાનમાં આપ્યા હતા.

પાકિસ્તાનની સરકાર હાલ દાનમાં મળેલી કોરોના રસીથી કામ ચલાવી રહી છે

પાકિસ્તાનની સરકાર હાલ દાનમાં મળેલી કોરોના રસીથી કામ ચલાવી રહી છે.  આજે દુનિયામાં કોરોનાના નવા 1,69,785 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 124,472,759 થઇ હતી. આજે કોરોના મહામારીમાં 3359 જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક વધીને 27,38,534 થયો હતો. યુએસમાં આજે કોરોનાના નવા 7,171 કેસો નોંધાયા હતા અને 125 જણાના મોત થયા હતા.  દરમ્યાન રસી વિતરણ એલાયન્સ ગાવીએ જણાવ્યું હતું કે આ વર્ષે યુદ્ધ વિસ્તારોમાં ઇમરજન્સીમાં કામ આવે તે માટે તેઓ કોરોના રસીના 100 મિલિયન ડોઝ બાજુએ રાખી મુકશે. આકરી મહામારી ફાટી નીકળે તો તેને પહોંચી વળવા માટે કોવાક્સ કાર્યક્રમ હેઠળ મળનારી રસીમાંથી પાંચ ટકા એટલે કે બે અબજ ડોઝ ભારે જોખમ ધરાવતી વસ્તી માટે અલગ રાખવામાં આવશે. 

કોરોના

બીજી તરફ યુકેમાં મંગળવારે લોકડાઉનને એક વર્ષ પુરૂ થયું તે નિમિત્તે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને 23 માર્ચે ટીવી પર દેશને સંબોધીને ધ નેશનલ ડે ઓફ રિફ્લેકશન જાહેર કરી એક મિનિટનું મૌન પાળવાનું એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિના આપણે બધાએ આપત્તિ ભોગવવી પડી છે. જેમણે તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેમને હું દિલસોજી પાઠવું છું. દેશના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ વર્ષમાં મહાન જુસ્સો દાખવવા બદલ તેમણે દેશવાસીઓને બિરદાવ્યા હતા. વડા પ્રધાન બોરીસ જ્હોન્સન પણ આ વર્ષે કોરોનાનો ભોગ બન્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 

વડા પ્રધાન બોરીસ જ્હોન્સન પણ આ વર્ષે કોરોનાનો ભોગ બન્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા

બ્રિટિશ એેકેડમીએ બહાર પાડેલા રિપોર્ટ અનુસાર અસમાનતા અને આર્થિક અભાવ વધવાને કારણે સામાજિક અને કલ્ચરલ ઉથલપાથલનો એક કોરોના દાયકો બ્રિટને જોવો પડશે. કોરોના મહામારીના ઓથાર તરીકે જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ ઘટશે અને માનસિક સમસ્યાઓમાં મોટો ઉછાળો જોવા મળશે. ભાવિ પડકારના કદને સમજી અને તેને માટે જરૂરી સામાજિક પરિવર્તન કરવામાં નહીં આવે તો અસમાનતામાં વધારો થશે અને દેશની એકતામાં પણ તડાં પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33