Last Updated on March 23, 2021 by
ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ રહ્યો છે. ત્યારે હવે જાણે કે, કોરોનાને રાજકીય રંગ ચઢ્યો હોય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઇ છે. રાજ્યમાં વિધાનસભામાં ચાલુ સત્રમાં કેટલાંક ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.
ગુજરાત વિધાનસભા શરૂ થતા પહેલાં જ કેટલાંક ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ સાથે જ ગૃહમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે, તેમ છતાં ગૃહમાં કેટલાંક ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.
વિધાનસભાના ચાલુ સત્રમાં અનેક ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં
વિધાનસભાના ચાલુ સત્રમાં કોરોના સંક્રમિત થયેલા નેતાઓમાં મંત્રી ઇશ્વર પટેલ, દસક્રોઇના બાબુ જમનાદાસ પટેલ, કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, શૈલેષ મહેતા તેમજ મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયા તેમજ ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, ભરતજી ઠાકોર અને પાલીતાણા ભાજપના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ કોરોના પોઝિટીવ આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આ સિવાય મુખ્યમંત્રીના અંગત સચિવ ઉપરાંત બે મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો છે. ડાંગના ભાજપના ધારાસભ્ય વિજય પટેલને પણ કોરોનાના લક્ષણો જણાયાં છે જેના કારણે તેઓ હોમ કવોરન્ટાઇન થયાં છે. મોહન ઘોડિયાએ ગત સપ્તાહે જ કોરોનાની રસી લીધી હતી ત્યાર પછી તેઓ વિધાનસભામાં આવ્યા જ ન હતાં. તેમ છતાં રસી લીધા બાદ પણ ભાજપના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા હતાં. બે દિવસ પહેલાં જ પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ નિરજ પાઠક પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત કૃષિ મંત્રી આર.સી.ફળદુના PA મહેશ લાડને કોરોના થયો હતો. સાથે સાથે શ્રમ રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના PA ધર્મજીત યાજ્ઞિક પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
- ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ
- રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાશે
- ધારાસભ્ય ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સારવાર બાદ કોરોના નેગેટિવ
ગુજરાતના કયા કયા નેતાઓ બની ચૂક્યા છે કોરોનાનો શિકાર
નામ | હોદ્દો |
વિજય રૂપાણી | મુખ્યમંત્રી |
ઈશ્વર પટેલ | રાજ્યકક્ષાના મંત્રી |
બાબુ જમના પટેલ | ધારાસભ્ય |
શૈલેષ મહેતા | ધારાસભ્ય |
વિજય પટેલ | ધારાસભ્ય |
ભીખા બારૈયા | ધારાસભ્ય |
પૂંજા વંશ | ધારાસભ્ય |
ભરતજી ઠાકોર | ધારાસભ્ય |
નૌશાદ સોલંકી | ધારાસભ્ય |
કેશુભાઈ પટેલ | પૂર્વ મુખ્યમંત્રી |
હર્ષ સંઘવી | ધારાસભ્ય |
કિશોર ચૌહાણ | ધારાસભ્ય |
નિમાબહેન આચાર્ય | ધારાસભ્ય |
બલરામ થાવાણી | ધારાસભ્ય |
પૂર્ણેશ મોદી | ધારાસભ્ય |
જગદીશ પંચાલ | ધારાસભ્ય |
કેતન ઈનામદાર | ધારાસભ્ય |
વી.ડી. ઝાલાવાડિયા | ધારાસભ્ય |
રમણ પાટકર | રાજ્યકક્ષાના મંત્રી |
પ્રવીણ ઘોઘારી | ધારાસભ્ય |
મધુ શ્રીવાસ્તવ | ધારાસભ્ય |
ધર્મેન્દ્રસિંહ જાડેજા | રાજ્યકક્ષાના મંત્રી |
ગોવિંદ પટેલ | ધારાસભ્ય |
અરવિંદ રૈયાણી | ધારાસભ્ય |
રાઘવજી પટેલ | ધારાસભ્ય |
જયેશ રાદડિયા | કેબિનેટ મંત્રી |
બીનાબહેન આચાર્ય | મેયર, રાજકોટ |
દિનેશ મકવાણા | (ડેપ્યુટી મેયર, અમદાવાદ |
અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી |
ડો.કિરીટ સોલંકી | સંસદ સભ્ય |
રમેશ ધડુક | સંસદ સભ્ય |
હસમુખ પટેલ | સંસદ સભ્ય |
અભય ભારદ્વાજ | સંસદ સભ્ય |
ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર માસ્ક પહેરો
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે શહેરમાં વિવિધ ઠેકાણે કોરોનાના ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરના ટાઉન હોલ પર સતત ત્રીજા દિવસે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. અહીં રોજના 100 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો વિધાનસભા ગૃહમાં માસ્ક વગર જોવા મળેલા ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષને ટકોર કરવી પડી.. વિધાનસભામાં 50થી વધારે ધારાસભ્યો માસ્ક વગર બેઠા હતા. તો બીજી તરફ પત્રકારો પણ માસ્ક વગર જોવા મળતા તમામને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. તો સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદી અને ડોક્ટર કાર્તિક પરમારના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના એક-બે નહીં પરંતુ 11 પ્રકારના સ્ટ્રેન છે. દુનિયામાં અંદાજે 22 જેટલા સ્ટ્રેન હોય શકે છે.
રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી
નવેમ્બર મહિનામાં જે લક્ષણો જોવા મળ્યા હતા તેજ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ મ્યુટેશન થાય છે તેમાં થોડો ચેન્જ જોવા મળે છે. રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શારિરીક અશક્તિના કારણે તેમને વિધાનસભાથી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા…તો કોરોનાના કેસ વચ્ચે જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. જામનગર જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. જેથી તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. તેમણે લોકોને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા પણ અપીલ કરી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31