Last Updated on March 23, 2021 by
ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4458 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,25, 555 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 1255 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,77, 603 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,94,277 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,09,464 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં હાલમાં કુલ એક્ટિવ કેસો 8318 એ પહોંચ્યાં છે તો વેન્ટીલેટર પર 76 દર્દીઓ છે જ્યારે 8242 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,77,603 છે તો કુલ મૃત્યુઆંક 4458 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 4 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 2 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
દેશમાં પણ હાલત ખરાબ
ભારતમાં કોરોનાના કેસ બમણા થવાનો સમય 1 માર્ચના રોજ 504.4 દિવસનો હતો, જે 23 માર્ચે ઘટીને 202.3 દિવસ થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, 6 રાજ્યોમાં રોજ સામે આવતા કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો થયો છે. સમગ્ર દેશના નવા કેસોમાંથી 80.90 ટકા કેસ આ 6 રાજ્યોમાંથી આવી રહ્યાં છે.
આ દરમિયાન 22 માર્ચના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 32.53 લાખ લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો, આ સાથે અત્યારસુધીમાં 4.8 કરોડ લોકો વેક્સિન લગાવડાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજાર 715 કેસ સામે આવ્યા જેમાંથી 80.90 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તિસગઢ અને તામિલનાડુના છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24 હજાર 645 નવા કેસ સામે આવ્યા છે.
જાણો આજે ક્યાં કેટલાં કેસ નોંધાયા અને કેટલાં લોકો થયા ડિસ્ચાર્જ અને કેટલાં લોકોનું કરાયું રસીકરણ
કોરોનાના કેસો વચ્ચે અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર જે.વી. મોદી અને ડૉક્ટર કાર્તિક પરમારના જણાવ્યાં પ્રમાણે ભારતમાં કોરોનાના એક-બે નહીં પરંતુ 11 પ્રકારના સ્ટ્રેન છે. દુનિયામાં અંદાજે 22 જેટલા સ્ટ્રેન હોઇ શકે છે.
નવેમ્બર મહિનામાં જે લક્ષણો જોવા મળ્યાં હતાં તે જ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યાં છે. તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ મ્યુટેશન થાય છે તેમાં થોડો ચેન્જ જોવા મળે છે. તો વળી હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અલગ-અલગ લક્ષણવાળા દર્દીઓ સારવાર હેઠળ છે.’
દુનિયામાં 12.42 કરોડ કેસ
દુનિયાભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4.05 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને 7 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયામાં અત્યાર સુધીમાં 12.38 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.02 કરોડ લોકો સાજા થયા છે અને 27.35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જો કે 2.12 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31