Last Updated on March 23, 2021 by
છત્તીસગઢમાં શાંતિ મંત્રણાઓ વચ્ચે એક વખત ફરીથી નક્સલી હુમલો થયો છે. નક્સલિઓએ DRG જવાનોથી ભરેલી બસ પર IED બ્લાસ્ટ કરીને હુમલો કર્યો છે. આ હુમલામાં 4 જવાનો શહિદ થયા છે તો 14 જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સમયે બસમાં 24 જવાનો સવાર હતા. જવાનોની બસ પરનો હુમલો નારાયણપુરમાં થયો છે. DRG ના જવાનો એક ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યાર તેમના વાહનને નક્સલીઓએ નિશાન બનાવ્યા હતા. હુમલાની પુષ્ટિ એસપી મોહિત ગર્ગે કરી છે.
ઘાયલ જવાનોમાંથી કેટલાયની હાલત ગંભીર
તેમણે કહ્યું કે ઘાત લગાવીને બેઠેલા નક્સલિઓએ જવાનોની બસ પર હુમલો કરી દીધો છે. ઘટનાની જાણ થતા જ બેકઅપ ફોર્સ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. તમામ જવાન એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. ડીઆરજીના જવાનો બસમાં સવાર થઈને ધોડાઈ થાના વિસ્તારના કડેનારથી મંદોડા જઈ રહ્યા હતા. આવા સમયે ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને હુમલો કરી દીધો છે. ઘાયલ જવાનોમાંથી કેટલાયની હાલત ગંભીર હોવાનું બતાવાઈ રહ્યું છએ. ગંભીરરૂપે ઘાયલ જવાનોને રાયપુર લઈ જવાની તૈયારી કરાઈ રહી છે.
અત્યારે જવાનોનું રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
મળેલી માહિતી પ્રમાણે જીલ્લાના કડેનાર વિસ્તારમાં ધૌડાઈ અને પલ્લેનાર વચ્ચે ગાઢ જંગલ છે. નક્સલવાદીઓએ અહીં બસને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો છે. આ જવાનો મંદોડા જઈ રહ્યા હતા. અત્યારે જવાનોનું રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નક્સલવાદીઓએ 6 દિવસ અગાઉ મોકલ્યો હતો શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ
નક્સલવાદીઓએ 17 માર્ચના રોજ શાંતિ મંત્રણા માટે એક પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. નક્સલવાદીઓએ તે વખતે જણાવ્યું હતું કે પ્રજાના કલ્યાણ માટે છત્તીસગઢ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે વાતચીત માટે ત્રણ શરતો પણ રજૂ કરી હતી. તેમા સશસ્ત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પર લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા અને જેલમાં રહેલા નેતાઓને વિના શરતે મુક્ત કરવાની શરતો મુકી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31