GSTV
Gujarat Government Advertisement

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : નીકળ્યું અમદાવાદ કનેક્શન, સમગ્ર ષડયંત્ર રચવા સીમકાર્ડ ખરીદાયાં બોડકદેવથી

Last Updated on March 23, 2021 by

મુંબઇમાં થોડાં દિવસ અગાઉ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર મૂકવાની તપાસ મામલે NIA અને મુંબઇ ATS વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ સમગ્ર કેસમાં પહેલેથી જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્રમાં જરૂરી વસ્તુ માટે સચિન વાજેએ સીંદે નામના સસ્પેન્ડ પોલીસકર્મીને કામ સોંપ્યું હતું અને કોમ્યુનિકેશન માટે તેને બુકી નરેશ દ્વારા અમદાવાદથી સીમ કાર્ડ મેનેજ કરાવ્યા હતાં એવી માહિતી પણ સામે આવી છે. ત્યારે એની અંદર બોડકદેવમાંથી ગાયત્રી ટ્રેડર્સના નામે આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ કેસમાં અવારનવાર નતનવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે.

આ એક પ્રકારનું ષડયંત્ર જ રચવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હાઇ પ્રોફાઇલ કેસમાં કાવતરું ઘડવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સીમ કાર્ડ અમદાવાદથી સેટિંગ કરવામાં આવ્યાં હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં

આ કારણોસર મુંબઇ ATS ની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી ત્યારે અહીં તપાસ દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી આ સીમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું. શહેરના પકવાન ચાર રસ્તા નજીક કિશોર ઠક્કર નામના વ્યક્તિએ 14 જેટલાં સીમ કાર્ડ ખરીદ્યા હતાં. જેમાંના 5 જેટલાં સીમ કાર્ડ એન્ટિલિયા કેસમાં કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બુકી નરેશ ઘોર અને ફેકટરી માલિક વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે મુંબઈ ATS હાલમાં ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ રવાના થઈ ગઇ છે. મુંબઈ એટીએસે કિશોર ઠક્કરની પાટણથી ધરપકડ કરી છે. મુંબઈ ATSની કાર્યવાહીથી પાટણ જિલ્લા પોલીસ અંધારામાં હોય તેવું પણ સામે આવ્યું છે.

મુંબઇ ATS બાદ NIA એ ગુજરાત કનેક્શનની તપાસ કરી શકે

મુંબઈ ATS દ્વારા વેપારીની અટકાયત કરી તેને મુંબઈ લઈ ગયાની વિગતો સામે આવી રહી છે તો બીજી બાજુ એન્ટિલિયાની સાથે શું ગુજરાતમાં કોઈ કનેક્શન છે કે નહીં તે અંગેની તપાસ આગામી દિવસોમાં મુંબઈ ATS બાદ NIA એ પણ કરી શકે છે.

શું છે સમગ્ર કેસ?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર થોડાંક દિવસો પહેલાં એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાંથી વિસ્ફોટક મળ્યા બાદ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે, કદાચ મુકેશ અંબાણી ટાર્ગેટ પર હોઇ શકે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજની તપાસમાં એવું સામે આવ્યું હતું કે, ’24 ફેબ્રુઆરીની રાત્રીએ લગભગ એક વાગ્યાની આસપાસ મુકેશ અંબાણીના ધર એન્ટિલિયાની બહાર એક કાર પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12:30 વાગ્યે રાત્રીએ હાજી અલી જંક્શન પહોંચી હતી જ્યાં અંદાજે લગભગ 10 મિનિટ સુધી ઊભી રહી હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટીક્સ મળી આવી હતી તો કેટલાંક અન્ય દસ્તાવેજો પણ. ત્યાર બાદ હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપી દીધી છે. આ કેસમાં CCTVના આધારે પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તો કારમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી કે જેમાં લખ્યું હતું -‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે’.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33