GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ માથે આવી વધુ એક ઘાત: કોરોનાના કહેર બાદ ઝેરી હવાનું પ્રદૂષણ વધ્યું, દિલ્હી અને પુણે કરતા પણ ખતરનાક સ્થિતી

Last Updated on March 23, 2021 by

અમદાવાદમાં રહેતા લોકો માટે વધુ એક ઘાત આવી છે. અમદાવાદની હવા દિલ્હી અને પુણેની સરખામણીએ વધારે પ્રદૂષિત છે. અમદાવાદ સિટીનો એર ક્વાલિટી ઈંડેક્સ 286 સુધી પહોંચી ગયો છે. જે દિલ્હી અને પુણેની વાયુ ગુણવત્તા સૂચકઆંકથી પણ વધારે છે. હવા કેટલી શુદ્ધ છે, તે જાણવા માટે શહેરમાં કેટલાય સ્થળો પર વાયુ ગુણવત્તા ચકાસવા માટેની સિસ્ટમ લગાવામાં આવી છે. જેથી હવામાં રહેલા કાર્બન ડાયોઓક્સાઈડ, ઓઝોન થ્રી, નાઈટ્રોજન ડાઈઓક્સાઈડની માત્રા જાણી શકાય. તેના માટે વહીવટીતંત્ર લાખો રૂપિયામાં ખર્ચ કરે છે. પણ હાલમાં અમદાવાદની સ્થિતી એવી છે કે, આ મશીન પણ કામ નથી કરતા. આ જ કારણ છે કે, અમદાવાદીઓને જાણ નથી થતી કે, તેઓ કેટલી ખરાબ હવા શ્વાસમાં લઈ રહ્યા છે.

શહેરનો આ વિસ્તાર સૌથી વધુ ખતરનાક

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વાયુ ગુણવત્તા નોંધાવી છે. રાયખડમાં એર ક્વાલિટી ઈંડેક્સ 308 છે. જેનો અર્થ થાય છે કે, શહેરનો સૌથી ખરાબ હવાવાળો વિસ્તાર રાયખડ છે. જો વાયુ ગુણવત્તા 0થી 100ની વચ્ચે હોય તો મની શકાય કે, શહેરની હવા શ્વાસ લેવાને લાયક છે. પણ જો તે 200ની આસપાસ પહોંચી જાય તો, તેનો અર્થ થાય છે કે, વાયુ પ્રદૂષણનો ખતરો વધી રહ્યો છે.

પ્રદૂષણમાં માસ્ક સૌથી મોટુ વરદાન

જો કે, કોરોના દર્દીઓને શ્વાસ લેવામાં વધુ તકલીફ આવી શકે છે. આ હવા અસ્થમાં દર્દીઓ અને શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓને વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. ત્યારે હવે આ ખરાબ હવાથી બચવા માટે પણ માસ્ક પહેરવુ ફરજિયાત છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

વાયુ ગુણવત્તા ચકાસવા માટેના મશીન ધૂળ ખાઈ રહ્યા છે

અમદાવાદ શહેરમાં નગર નિગમ અને હવામાન વિભાગ વિભાગ દ્વારા વાયુ ગુણવત્તા ચકાસણી માટેની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેથી શહેરના લોકો હવાની ગુણવત્તા જાણી શકે.આ જાણકારી માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે એલઈડી લગાવામાં આવ્યા હતા. જો કે, આ એલઈડી હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થાય કે, લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા આ એલઈડી ફરી ક્યારે શરૂ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33