GSTV
Gujarat Government Advertisement

હવે ચેતજો/ કોરોના વિમાન ગતિએ વડોદરા એરપોર્ટમાં ઘૂસતા ફફડાટ, ડાયરેક્ટર સાથે આટલાં કર્મચારીઓ પોઝિટિવ

Last Updated on March 23, 2021 by

ગુજરાતમાં કોરોના દિવસે ને દિવસે વધુ ને વધુ ફુલ્યો ફાલ્યો છે. સતત રોજબરોજ કેસોમાં વધારો થતો જાય છે. રાજ્યમાં રોજના આંકડાઓ 1000ને પાર જ આવતા હોય છે જેથી તંત્ર પણ ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એવામાં એક બાજુ જ્યાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સત્ર દરમિયાન હવે ધારાસભ્યો ઉપરાંત મંત્રીઓનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે જ્યારે મુખ્યમંત્રીના અંગત સચિવ ઉપરાંત બે મંત્રીના પર્સનલ આસિસટન્ટને પણ કોરોના થયો છે. તો હવે વડોદરા એરપોર્ટનો સ્ટાફ પણ કોરોનાની હડફેટમાં આવી ગયો છે. એરપોર્ટના ડાયરેક્ટર ટી.કે.ગુપ્તા કોરોના સંક્રમિત થયાં છે. જેથી એરપોર્ટના ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. આ સાથે ડાયરેક્ટર સહિત 10 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા વડોદરા એરપોર્ટના સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

કોરોના

ગત રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા ૧,૬૪૦ કેસ આવ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે ગત રોજ છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1640 કેસ નોંધાયા હતાં. તો મૃત્યુઆંક પણ ક્રમશઃ વધવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 4 લોકોના મોત થઇ ચૂક્યાં હતાં. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 એમ કુલ 4 લોકોનાં મોત થયા હતાં. સમગ્ર ગુજરાતમાં 4454 દર્દીઓના મોત થઇ ચૂક્યાં તો આજ દિન સુધીમાં તેમજ છેલ્લાં 24 કલાકમાં 1110 દર્દીઓ સાજા થયા હતાં જેની સાથે ગઇ કાલ સુધીમાં કુલ 2 લાખ 76 હજાર 348 લોકો કોરોનામુક્ત બન્યા હતાં.

રાજયમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 7 હજાર 847 એક્ટિવ કેસ થયા હતાં. જ્યારે 73 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. છેલ્લાં 24 કલાકમાં માત્ર અમદાવાદ કોર્પોરેશનમાં 481 કેસ નોંધાયા હતાં જ્યારે સુરત કોર્પો.માં 429 કેસ નોંધાયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33