GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનની અફવા પર ફરી એક વાર શરૂ થયું મજૂરોનું પલાયન, લોકો ડબલ ભાડા આપીને પણ પહોંચવા માગે છે વતન

Last Updated on March 23, 2021 by

સુરત શહેરમાં રહેતા પ્રવાસી મજૂરોને ફરી એક વાર લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. ત્યારે અત્યારે બજારમાં ચાલી રહેલી અવનવી અફવાઓના કારણે મજૂરો ફરી એક વખત બેગણા ભાડા આપીને પણ પોતાના વતન તરફ જવા માટે પલાયન કરી રહ્યા છે. જો કે, મહાનગરપાલિકા અને અન્ય કેટલાય સંગઠનોએ પ્રવાસીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકડાઉન એક અફવા હોવાનું જણાવી રહ્યા છે. પણ કોઈ માનવા માટે તૈયાર નથી.

પ્રતિકાત્મક તસ્વીર

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી પલાયન

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય દિવસોથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયુ છે. લોકોમાં લોકડાઉનનો ડર એ રીતે હાવી થઈ ગયો છે કે, કોઈ પણ ભોગે બસ તેઓ પોતાના વતન પહોંચી જવા માગે છે. જ્યારે ટ્રાવેલ એજન્ટ પણ આ આફતને અવસરમાં બદલતા હોય તેમ મનફાવે તેવા ભાડા વસૂલી રહ્યા છે.

ટ્રાવેલ એજન્ટોએ મનફાવે તેવા ભાડા લઈ લૂંટવાનું શરૂ કર્યું

આ જ બાબતને લઈને ખટોદરા પોલીસે અમુક ટ્રાવેલ એજન્સ તથા બસ કંપનીના સંચાલકોની ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે, આ લોકોએ જ મોટો નફો કમાવવા માટે થીને લોકડાઉનની અફવા ઉછાળી છે. તો વળી બસ સંચાલકોનું કહેવુ છે કે, તેમણે અફવા ફેલાવી નથી, પણ લોકો જ તેમની પાસે મોટી રકમ આપીને ટિકિટ ખરીદવા આવે છે. ત્યારે આવા સમયે પ્રશાસન, નેતા અને કેટલાય સંગઠનો મજૂરોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, દરરોજ લગભગ ડઝન જેટલી બસોમાં બે હજાર જેટલા મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે.

પ્રતિકાત્મક તસ્વીર

તંત્ર દ્વારા અપીલ, લોકડાઉન નથી લાગવાનું

તંત્ર દ્વારા લોકોની મદદ લઈને બસ સંચાલકોને બસ ચલાવાથી રોકવામાં આવી રહ્યા છે, પણ તેઓ માનવા તૈયાર નથી, આખરે સમસ્યા એ છે કે, તેમને શા ક્યા કારણોસર રોકવામાં આવી રહ્યા છે. પોલીસ સતત આ મામલે કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત તમામ ગેરકાયદેસર કાઉન્ટર બંધ કરાવામાં આવી રહ્યા છે. પોલીસ ખુદ લોકોની વચ્ચે જઈને કહી રહી છે કે, અફવાઓ પર ધ્યાન આપવુ નહીં. લોકડાઉન નહીં લાગે. ખાસ કરીને ત્યાં જ્યાં મજૂરોની સંખ્યા વધારે હોય. તંત્ર કહી રહ્યુ છે કે, લોકડાઉનની વાત ખાલી અફવા છે, કોઈએ ક્યાંય જવાનું નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33