GSTV
Gujarat Government Advertisement

ગુજરાત ATS ને મોટી સફળતા, 2006ના કાલુપુર બ્લાસ્ટ કેસમાં પુણેથી વધુ એક આરોપીની કરી ધરપકડ

Last Updated on March 23, 2021 by

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 2006માં થયેલા બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS એ પુણેથી મોહસીન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે.

તમને જણાવી દઇએ કે, આરોપી મોહસીન બ્લાસ્ટ બાદ પોતાની ઓળખ અને સરનામું છુપાવી પોલીસ પકડથી દૂર રહેતો હતો. બ્લાસ્ટ અગાઉ તે આતંકવાદી સાથે સીધા સંપર્ક રાખી તાલીમ લેવા કાશ્મીર ગયો હતો. લશ્કર-એ-તોઇબાના અસલમ કાશ્મીરી અને બસીર કાશ્મીરીના સહયોગથી કાલુપુર રેલવે સ્ટેશનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર ઘડાયું હતું.

This image has an empty alt attribute; its file name is Kalupur-Railway-Station-1024x683.jpg

મોહસીન પુના હડપસર ખાતે છુપાયેલ હોવાની માહિતી એટીએસને મળી હતી

18 સપ્ટેમ્બર 2006 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં લશ્કર-એ-તોઇબાના આતંકવાદી સામે ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં પાકિસ્તાન ખાતે આતંકવાદી તાલીમ લીધેલ મોહસીન સૈયદ પુના હડપસર ખાતે છુપાયેલ હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી.

આરોપી મોહસીનને અસલમ કાશ્મીરી તથા બસીર કાશ્મીરીએ પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ લેવા માટે મોકલી આપ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલ બોમ્બ બ્લાસ્ટના જિહાદી ષડયંત્રના ગુનામાં અત્યાર સુધીમાં કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ૧૧ આરોપીઓ પકડવાના બાકી છે જે પૈકી પોલીસે મોહસીન સૈયદની ધરપકડ કરીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ આરોપી અબ્દુલ રઝાક ગાઝી નામના આરોપીની કરી હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઈએસઆઈના ઈશારે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ત્યારે અગાઉ પણ આ કેસનો ફરાર આરોપી અબ્દુલ રઝાક ગાઝી કે જે 14 વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં બાગ્લાદેશ બોર્ડરેથી ATS એ રંગે હાથ ઝડપ્યો હતો. તેને બ્લાસ્ટ કેસના મુખ્ય સૂત્રધારોને પાકિસ્તાન ભાગી જવામાં મદદ કરી હતી. ગુજરાતATSને માહિતી મળી હતી જેથી બાતમીના આધારે કાલુપુર બોમ્બ બ્લાસ્ટ કેસના ફરાર આરોપી અબ્દુલ રઝાક ગાઝીને પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જીલ્લાના સોલ્ડાના બજાર ખાતેથી ઝડપી લીધો હતો. ત્યારે આજે ફરી ATS ને 2006ના કાલુપુર બ્લાસ્ટ કેસમાં વધુ એક સફળતા હાથ લાગી છે.

(અગાઉ અબ્દુલ રઝાક ગાઝી નામના આરોપીની કરાઇ હતી ધરપકડ)

ISIના ઇશારે આતંકવાદીઓએ ગોધરાકાંડનો બદલો લેવા બ્લાસ્ટ કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ISIના ઇશારે સિમી અને લશ્કર-એ-તૈયબાના આંતકવાદીઓએ ગોધરાકાંડનો બદલો લેવા 19 ફેબ્રુઆરી 2006ના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 2-3 વચ્ચે STD PCOમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33