GSTV
Gujarat Government Advertisement

ઉદ્ધવ ફસાશે/ મહારાષ્ટ્ર પોલીસમાં હાઈ લેવલની પોસ્ટ માટે લેવાય છે રૂપિયા, ફડણવીસે કહ્યું મારી પાસે 6.3 જીબી કોલનો સંપૂર્ણ ડેટા

Last Updated on March 23, 2021 by

ભારતીય જનતા પાર્ટીએ મુંબઈના પબ અને બારમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મોટી પોસ્ટ પર અધિકારીઓની તૈનાતીમાં લાંચખોરી ચાલે છે અને ઉદ્ધવ સરકારે તેનો ખુલાસો કરનારી ઓફિસર સામે જ કાર્યવાહી કરી દીધી હોવાનું જણાવ્યું હતું.

ઉદ્ધવ સરકારે તેનો ખુલાસો કરનારી ઓફિસર સામે જ કાર્યવાહી કરી દીધી હોવાનું જણાવ્યું

પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, ‘2017માં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન ઈન્ટેલિજન્સ કમિશન દ્વારા એક રેકેટનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. અમે અપર મુખ્ય સચિવ ગૃહ પાસેથી જરૂરી મંજૂરી મેળવીને કેટલાક કોલ ઈન્ટરસેપ્ટ કર્યા હતા જેમાં કેટલાક મોટા નામો સામે આવ્યા હતા.’

કેટલાક કોલ ઈન્ટરસેપ્ટ કર્યા હતા જેમાં કેટલાક મોટા નામો સામે આવ્યા

પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સીઓઆઈ દ્વારા એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે 25 ઓગષ્ટ, 2020ના રોજ ડીજી અને એસીએસ હોમને સોંપવામાં આવ્યો હતો. તેમાં ઉંડી તપાસની માંગણી કરવામાં આવી હતી, મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે)ને ગંભીરતા અંગે જણાવવામાં આવ્યું હતું અને તેમણે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મારા પાસે 6.3 જીબી કોલનો સંપૂર્ણ ડેટા છે.’

મારા પાસે 6.3 જીબી કોલનો સંપૂર્ણ ડેટા છે.

ફડણવીસે જણાવ્યું કે, ‘મુખ્યમંત્રીએ રિપોર્ટ ગૃહમંત્રીને મોકલ્યો, રિપોર્ટ પર કાર્યવાહી કરવાને બદલે ઈન્ટેલિજન્સની કમિશનર રશ્મિ શુક્લાએ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. મોટા નામોનો ખુલાસો કરવા પર તેમનું સન્માન ન કરાયું અને સાથે જ આ રિપોર્ટ પર કોઈ કાર્યવાહી ન કરાઈ. ઉપરાંત ઈન્ટરસેપ્શનમાં આરોપી લોકોને પદોન્નતિ મળી.’

ઈન્ટરસેપ્શનમાં આરોપી લોકોને પદોન્નતિ મળી

ફડણવીસે રશ્મિ શુક્લાના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસમાં હાઈ લેવલની પોસ્ટ માટે પૈસા આપવામાં આવે છે. સાથે જ તેમણે પોતે કેન્દ્રીય ગૃહસચિવનો સમય માંગ્યો છે અને પોતે સમગ્ર કેસની સીબીઆઈ તપાસની માંગ કરશે તેવી ખાતરી આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33