Last Updated on March 23, 2021 by
ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.
ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત
બીજી તરફ સરકાર માટે રાહતની વાત એ છે કે આટલો કોરોનાનો કહેર વધ્યો છત્તાં હોસ્પિટલો ફુલ નથી અને લોકો હોમ ક્વોરન્ટાઈન રહીને સારવાર લઈ શકે છે, કારણકે નવો સ્ટ્રેઈન ઘાતક નથી પરંતુ તે ચેપી છે. બીજી તરફ નવા સ્ટ્રેઈનના કેસો પણ રાજ્યમાં વધી રહ્યા છે. ભલે આ સ્ટ્રેઈન વધારે ઘાતક કે ગંભીર નથી પરંતુ ચેપ વધારે ફેલાવે છે, માટે ગુજરાતીઓ ચેતીને રહેજો સાવ બેદરકારી ના રાખતા, જો બેદરકાર રહેશો તો કેસોમાં ઘટાડો જલ્દી આવશે નહી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. અને અમદાવાદ પણ કોરોના કેસમાં મોખરે રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસનો કહેર છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતમાં વધ્યો છે. માટે સાવચેતી રાખવી જરૂરી બની છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા, તે ચિંતાજનક છે.
ગુજરાતમાં સર્વોચ્ચ દૈનિક કેસ
તારીખ | કેસ |
૨૨ માર્ચ,૨૦૨૧ | 1640 |
૨૪ નવેમ્બર,૨૦૨૦ | 1607 |
૨૮ નવેમ્બર,૨૦૨૦ | 1598 |
૨૧ માર્ચ, ૨૦૨૧ | 1580 |
૨૦ માર્ચ, ૨૦૨૧ | 1565 |
૨૯ નવેમ્બર,૨૦૨૦ | 1564 |
૨૬ નવેમ્બર, ૨૦૨૦ | 1560 |
૨૫ નવેમ્ગર 2020 | 1540 |
રાજ્યમાં હાલમાં ૭,૮૪૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ચાર વ્યક્તિના કોરનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨,૮૮,૬૪૯ જ્યારે કુલ મરણાંક ૪,૪૫૪ છે. આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૧,૨૫૨ કેસ નોંધાઇ ચૂક્યા છે.
અમદાવાદ જિલ્લામાં એક દિવસમાં નોંધાયા સર્વોચ્ચ કેસ
તારીખ | કેસ |
૨૨ માર્ચ, ૨૦૨૧ | ૪૮૩ |
૨૧ માર્ચ, ૨૦૨૧ | ૪૫૧ |
૨૦ માર્ચ, ૨૦૨૧ | ૪૦૬ |
૨૮ નવેમ્બર | ૩૫૭ |
૨૭ નવેમ્બર | ૩૫૩ |
રાજ્યમાં હાલમાં ૭,૮૪૭ એક્ટિવ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૨-૨ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૩૬ જ્યારે સુરતમાં ૯૮૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩૫૬, સુરતમાંથી ૩૦૯, વડોદરામાંથી ૧૧૪, રાજકોટમાંથી ૯૭ એમ રાજ્યભરમાંથી વધુ ૧,૧૧૦ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૭૬,૩૪૮ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૫.૭૪% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯,૦૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનાના સૌથી વધુ ટેસ્ટ કરનારા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે છે. અત્યારસુધી કુલ ૧.૨૭ કરોડ ટેસ્ટ થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ૫૩,૨૮૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસને લઈ સંક્રમણની સ્થિતિ ચિંતાજનક
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસને લઈ સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા છે.ગત વર્ષે શરૂ થયેલી કોરોના મહામારીથી લઈ અત્યાર સુધીમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.સોમવારે બે દર્દીના મોત થયા છે.
હાલની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને 1144 ઉપર પહોંચી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં ફૂડ બિઝનેસથી લઈને હોમ ડીલવરી સાથે સંકળાયેલા તમામ સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવાની વ્યવસ્થા શરૂ કરી છે.પરંતુ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા,કેટલા પોઝિટિવ આવ્યા જેવી બાબતો મામલે મ્યુનિ.ના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31