Last Updated on March 23, 2021 by
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી એમના ફેન્સ અંકિતા લોખંડેને ખુબ ટ્રોલ કરે છે. ઘણીં વખત સોશિયલ મીડિયા પર અંકિતાના પોસ્ટ પર એક્ટરના ફેન્સ ખરી ખોટી લખે છે. ઘણી વખતતો અંકિતને બ્લેમ કરવામાં આવે છે કે એમણે સુશાંતને છોડી દીધો. હવે અંકિતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી. અંકિતાએ સાથે જ બ્રેકઅપ પર પણ વાત કરી. અંકિતાનું કહેવું છે કે એમણે કયારે સુશાંતને છોડ્યો ન હતો પરંતુ સુશાંતએ જ બ્રેકઅપ કર્યું હતું.
મેં સુશાંત સાથે બ્રેકઅપ કર્યું ન હતું : અંકિતા
અંકિતાએ કહ્યું કે, તે અત્યાર સુધી એટલા માટે ચૂપ હતી કે પોતાના રિલેશનશિપનો તમાસો બનાવવા ન માંગતી હતી. અંકિતાએ એ પણ કહ્યું કે તે સુશાંતને બ્લેમ નથી કરી રહી, પરંતુ તેઓ ટ્રોલિંગથી ખુબ પરેશાન છે. અંકિતાએ કહ્યું, આજે લોકો મને આવીને બોલી રહ્યા છે. તે છોડ્યો સુશાંતને. હું એમને પૂછવા માંગુ છું કે તમે આ કેવી રીતે કહી શકો ? કોઈને પણ મારી વાત ખબર છે. સુશાંત… હું કોઈને બ્લેમ નથી કરી રહી. મને લાગે છે કે તેઓ પોતાની ચોઈસને લઇ ખુબ ક્લિયર હતા. તેઓ પોતાના કરીયર સાથે આગળ વધવા માંગતા હતા. એને પોતાનું કરિયર પસંદ કર્યું અને જતા રહ્યા. પરંતુ 2-2.5 વર્ષમાં મેં ઘણું બધું સહન કર્યું છે.
અંકિતએ કહ્યું કે, મારા માટે મુવ ઓન કરવું સરળ ન હતું. પરંતુ મારો પરિવાર મારી સાથે હંમેશા હતો. મારુ જીવન પૂર્ણ થઇ ગયું હતું. હું ખતમ થઇ ગઈ હતી. મને સમજ ન પડી રહી હતી કે શું કરવાનું છે. હું કોઈને બ્લેમ નથી કરી રહી. મેં એને કહ્યું હતું કે, તારું જીવન છે તારે જવું હોય તો જા. પરંતુ હું અંદરથી તૂટી ગઈ હતી.
ટ્રોલર્સને અંકિતએ આપ્યો જવાબ
ટ્રોલર્સને અંકિતાએ કહ્યું કે, ‘આજે જે લોકો મને બોલી રહ્યા છે તેઓ ત્યારે ક્યાં હતા જયારે મારુ બ્રેકઅપ થયું હતું. ત્યારે તો ન આવ્યા હતા. હવે એ લોકો મારા અને વિક્કીના સબંધને ગંદુ બોલી રહ્યા છે. સુશાંત અને હું હવે અચાનક મેડ ફોર ઈચ અધર થઇ ગયા. ત્યારે ક્યાં હતા આ લોકો ? આ વસ્તુઓથી પરેશાની એટલા માટે થાય છે કારણ કેહવે સુશાંત રહ્યા નથી અને મારા મનમાં એમના માટે કઈ નથી.’
અંકિતની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો વર્ષ 2019માં તેમણે કંગના રણાવતની ફિલ્મ મણિકર્ણિકા સાથે ફિલ્મમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી ફિલ્મ બાગી 3માં જોવા મળી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31