GSTV
Gujarat Government Advertisement

અદાણીને બખ્ખાં/ કોરોના કાળમાં પણ કંપનીની માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયાને પાર : 1 વર્ષમાં 965 ટકાનો થયો વધારો, વરસી રહી છે લક્ષ્મી

Last Updated on March 23, 2021 by

અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ઇતિહાસ રચ્યો છે. મંગળવારે અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ કેપ પ્રથમ વખત 2 લાખ કરોડને પાર કરી ગઈ છે. શરૂઆતના કારોબારમાં, બીએસઈ પર કંપનીનો શેર રૂ. 1,313.60 ની ઓલ-ટાઇમ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો. શેરમાં વધારા સાથે કંપનીની માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં Adani Green Energy (અદાણી ગ્રીન એનર્જી)નો શેર 965 ટકા વધ્યો છે. સ્ટોક (શેર) હવે અદાણી ગ્રુપમાં હવે સૌથી વધુ મૂલ્યવાન છે.

અદાણી ગ્રીન એનર્જીના શેરો સતત બીજા દિવસે તેજી જોવા મળી

અદાણી ગ્રીન એનર્જીના શેરો સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. સોમવારે અદાણીના શેરમાં 5 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. કંપનીની સબસિડીયરીને 300 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરમાં ખૂબજ મોટા પ્રમાણમાં તેજી જોવા મળી છે. કંપનીએ કહ્યું કે તેની પેટાકંપનીને સોલર એનર્જી કોર્પ ઈન્ડિયા તરફથી 300 મેગાવોટ પવન ઊર્જા પરિયોજના (વિન્ડ પાવર પ્રોજેક્ટ) માટે ઓર્ડર મળ્યા છે. આ પ્રોજેક્ટ માટે નિશ્ચિત ટેરિફ 25 વર્ષ માટે 2.77 / kWh છે. આ સાથે, અદાણી ગ્રીનની કુલ નવીનીકરણીય ક્ષમતા 15165 મેગાવોટ છે, જેમાંથી 3395 મેગાવોટ કાર્યરત છે અને 11,770 મેગાવોટ પ્લાન્ટઅમલીકરણ હેઠળ છે.

દેશની રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપની

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ દેશની રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપની છે. કંપની સોલર પાવર પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. અદાણી ગ્રીન એનર્જીએ ટોરંટો મુખ્યાલયવાળી સ્કાય પાવર ગ્લોબલની સાથે ખાસ હેતુ વાહન (એસપીવી) પ્રાપ્ત કરવા માટે જોડાણ કરાર કર્યા છે. તેલંગાણામાં તેની 50 મેગાવોટ ઓપરેટિંગ સોલર સંપત્તિ છે.

તેલંગાણામાં જૂન્થુલા અને પાનસૂરમાં સ્થિ 50 મેગાવોટનો સોલર પ્રોજેક્ટની એક પરિયોજના

સૂરજકિરેન પાસે તેલંગાણામાં જૂન્થુલા અને પાનસૂરમાં સ્થિ 50 મેગાવોટનો સોલર પ્રોજેક્ટની એક પરિયોજના છે. જેને ઓક્ટોબર 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો તેલંગાણાની સધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની સાથે 75.37/kwh લાંબા ગાળાની વીજ ખરીદી કરાર કર્યો છે.

શેર એક વર્ષમાં 950 ટકાથી વધુ વધ્યો છે

છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ખાસ્સું વળતર મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 950 ટકાનો વધારો થયો છે. 13 માર્ચ, 2020 ના રોજ શેરનો ભાવ શેર દીઠ 123.40 રૂપિયા હતો, જે આજે 965 ટકા વધીને નવી ઓલ-ટાઇમ ઉચ્ચતમ રૂપિયા 1,313.60 ની સપાટીએ પહોંચી ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33